રાજકોટમાં અહીં મળશે સાત્ત્વિક ગુજરાતી થાળી, એકવાર જમશો તો આંગળા ચાટતા રહી જશો

શહેરમાં આવેલી જિલ્લા પંચાયતની કેન્ટીનમાં ગુજરાતી થાળી પિરસવામાં આવે છે. 

વર્ષ 1962-63માં બાબુભાઈ ચૌહાણે રાજકોટ જિલ્લા પંચાયતમાં કેન્ટિનની શરૂઆત કરી હતી.

અહિંયા 10 વર્ષ પહેલાં ગુજરાતી થાળી બનાવવાની શરૂઆત કરવામાં આવી હતી.

અત્યારે આ કેન્ટિનનું સંચાલન બંટીભાઈ ચૌહાણ કરી રહ્યાં છે, જેઓ કેન્ટિન શરૂ કરનાર બાબુભાઈ ચૌહાણના પૌત્ર છે. 

MORE  NEWS...

કેળાની ખેતી કરીને ઓછા ખર્ચે મેળવો લાખોની કમાણી

સમગ્ર ગુજરાતમાં પ્રખ્યાત છે અહીંનો શ્રીખંડ...

ખેડૂતે ખેતી છોડી શરૂ કર્યું પશુપાલન, મેળવી લાખોની આવક

જિલ્લા પંચાયતની આ કેન્ટિનમાં વાર મુજબ શાક બનાવવામાં આવે છે. 

જેમ કે, સોમવારે ઉંધીયું, બુધવારે ઢોકળી, ગુરૂવારે મકાઈ-મુઠિયા જેવી વસ્તુઓ બનાવવામાં આવે છે. 

આ સિવાય અહિંયા દરરોજ લોકોને બે શાક પિરસવામાં આવે છે.

આ ગુજરાતી થાળીના ભાવ 110 રૂપિયા છે, જેમાં તમને ત્રણ શાક, રોટલી, દાળ-ભાત, છાશ, સંભારો અને ભૂંગળા સહિતની વસ્તુઓ  પિરસવામાં આવે છે. 

અહીં લસણ-ડુંગળી વગરનું શાક પણ બનાવવામાં આવે છે, જેથી સ્વામિનારાયણ અને જૈન લોકો પણ અહીં જમી શકે છે.

અહીં જમનાર જ્યાં સુધી ધરાઈ ન જાય, ત્યાં સુધી ભોજન પિરસવામાં આવે છે, જેથી અહીંયા આવનાર લોકો ભરપેટ ભોજન કરી શકે છે.

આ લેખમાં આપવામાં આવેલી માહિતી જે-તે વ્યક્તિ દ્વારા જણાવવામાં આવી છે. આવા જ અહેવાલ જોવા માટે જોડાયેલા રહો News18 Gujarati સાથે...

MORE  NEWS...

ભરૂચના ખેડૂતે કરી રીંગણ પાકની સફળ ખેતી, સારો ભાવ ન મળતા જગતનો તાત ચિંતિત

ખેડૂતે અપનાવી ખેતીની આધુનિક પદ્ધતિ, મલ્ચિંગ પેપર પર ચોળીની ખેતી કરી મેળવી સારી આવક

ખેડૂતે કર્યું ગોલ્ડન જાતના ઉનાળુ મગનું વાવેતર, બમણું ઉત્પાદન મેળવવાની સેવી આશા