રાજકોટ સમૂહ લગ્નઃ માયૂસ થયા વર-વધૂ
શહેરના રેલનગર વિસ્તારમાં ઋષિવંશી સમાજ સેવા સંઘ દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરાયું હતું
28 જોડા સમૂહ લગ્નના સ્થળ પર પહોંચ્યા તે પછીની ત્યાંની સ્થિતિ જોવા જેવી થઈ હતી
લગ્નના આયોજકો સ્થળ પર લાંબી રાહ જોયા પછી પણ આવ્યા નહોતા જેથી લોકો રોષે ભરાયા
વર-વધૂ સહિત તેમના પરિવારના સભ્યો અને મહેમાનો આયોજકો સામે ગુસ્સે ભરાયા હતા
લગ્ન પછી કન્યા વિદાય સમયે રડતી હોય છે પણ અહીં તો લગ્ન પહેલા જ રડવાનો વારો આવ્યો
લગ્નના ગીતો ગાવાના બદલે પરિવારજનોએ સમૂહ લગ્નના આયોજકો સામે સૂત્રોચ્ચાર કર્યા
આયોજકો ગાયબ થઈ જતાં રાજકોટ પોલીસ દ્વારા કેટલાક જોડાઓના લગ્ન કરાવ્યા હતા
શહેર પોલીસ દ્વારા આ મામલે કાર્યવાહી કરીને આયોજકોની ગેરહાજરી અંગે તપાસ કરાશે
વર-વધૂ ચિંતામાં મૂકાતા તેમના મોઢા પર જે નૂર હતું તે થોડા સમય માટે ઝાંખું પડ્યું હતું
સમૂહ લગ્ન માટે પરિવારો દ્વારા કેટલાક રૂપિયા ભર્યા હોવાની વાત પણ સામે આવી છે
હવે પોલીસ દ્વારા આ મામલે તપાસ કરવામાં આવશે ત્યારે નવી વાતો સામે આવી શકે છે