રાજમહેલ જેવી ગૌશાળા! 

રોજકોટના મવડી વિસ્તારમાં શ્રી ક્રિષ્ના ગૌ-ધામ નામની ગૌશાળા આવેલી છે. 

આ ગૌશાળા સામાન્ય કરતાં થોડી અલગ છે. અહીંનું નયનરમ્ય વાતાવરણ અને સુંદરતા લોકોને આકર્ષે છે. 

આપણી સંસ્કૃતિની ઝાંખી પુરી પાડતી આ ગૌશાળામાં 200થી વધારે ગાયો છે. 

આ ગૌશાળા એટલી સુંદર અને આકર્ષક છે કે, અહીં કપલ પ્રી વેડિંગ શૂટ કરાવવા માટે પણ આવે છે. 

અહીં પિતળાનાં વાસણો, પટારો, ઘંટલો, તલવારો, બેડા, ગાગર, ટોપ, તગારા સહિતને અનેક એન્ટિક વસ્તુઓ જોવા મળે છે.

તેમજ બાળકો માટે બગીચો છે. રજાનાં દિવસોમાં લોકો ગૌશાળાની મુલાકાત લે છે.

આ ગૌશાળામાં ઘણાં ગુજરાતી ગીતોનું શૂટિંગ પણ કરવામાં આવે છે. 

આ ગૌશાળામાં અત્યાર સુધીમાં 100થી વધારે પ્રી-વેડિંગ ફોટોશૂટ થઈ ચુક્યા છે. 

અહીં પૂજ્ય મોરારી બાપૂ સહિત ઘણાં સંતો પણ મુલાકાત લઈ ચુક્યા છે. 

વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો