આ રાખડીઓ પર જોવા મળશે મુઘલોની 400 વર્ષ જૂની પરંપરા

ભાઈ બહેનના પ્રેમના પર્વ રક્ષાબંધનને લઇ બધા લોકોમાં ઉત્સાહ જોવા મળે છે.

વારાણસીના શિલ્પકલાકારોએ રક્ષાબંધનને લઈ ખાસ રાખડી તૈયાર કરી છે.

શિલ્પકલાકારોએ ચાંદીની રાખડી પર મુઘલોની 400 વર્ષ જૂની સુંદરતાનો રંગ ભરી આને ખાસ કરી દીધી છે.

ગુલાબી મીનાકારી એ સમયની સુંદર કલાકારી છે જેને કાશીના શિલ્પ કલાકારોએ 400 વર્ષથી સાચવીને રાખી છે.

ગુલાબી મીનાકારી વાળી આ રાખડીની ડિમાન્ડ હવે દેશભરમાં થઇ રહી છે.

આ રાશિઓની કિંમત 500 રૂપિયાથી લઇ 4000 રૂપિયા સુધી છે.

મુંબઈ, દિલ્હી, હૈદરાબાદ, બેંગ્લોર જેવા મોટા શહેરોમાં આ રાખડીની ડિમાન્ડ છે.

ગુલાબી મીનાકારીના કલાકાર વૈભવ વિશ્વકર્મા જણાવે છે કે આ વર્ષે નવી ડિઝાઇનની રાખડી લોકો ખુબ પસંદ કરી રહ્યા છે.

ભગવાન શિવની થીમ સાથે ૐ અને ભગવાન ગણેશની આકૃતિ, ગુલાબના ફૂલો વાળી પણ રાખડી તૈયાર થઇ છે.