Ram Mandir:  આજે ઘરે પણ કરી શકો છો પ્રાણ પ્રતિષ્ઠા પરંતુ આટલું ખાસ ધ્યાન રઆખો

આજે 22 જાન્યુઆરી 2024ના રોજ અયોધ્યામાં ભગવાન રામની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે.

લોકો વર્ષોથી આ શુભ અવસરની રાહ જોઈ રહ્યા હતા.

રામલલાની પ્રતિષ્ઠા જોવા માટે મોટી સંખ્યામાં ભક્તો અયોધ્યા પહોંચી ગયા છે.

જો કોઈ કારણસર તમે અયોધ્યા ન જઈ શકો તો તમે ઘરે જ રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા કરી શકો છો.

ફક્ત કેટલાક નિયમો ધ્યાનમાં રાખો

રામલલાના અભિષેકના દિવસે સવારે સ્નાન કરો અને સ્વચ્છ વસ્ત્રો પહેરો.

આ સિવાય રામ લલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા કરતા પહેલા દિશાનું ખાસ ધ્યાન રાખો.

ઘરમાં ભગવાન રામની મૂર્તિ રાખવા માટે ઇશાન ખૂણો પસંદ કરો.

આ દિશામાં મંદિર રાખવાથી ઘરમાં સુખ-શાંતિ અને સમૃદ્ધિ આવે છે.

જો તમે ઘરમાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા કરી રહ્યા છો તો ધ્યાન રાખો કે મંદિરને ક્યારેય અંધારામાં ન છોડો.

આ સિવાય જો તમે ઘરમાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા કરી રહ્યા છો તો સ્વચ્છતાનું ખાસ ધ્યાન રાખો.