વર્ષમાં ફક્ત એક જ વાર દેખાય છે આ દેડકા

આ એક દુર્લભ દેડકા છે. આ દેડકા તેમના પીળા રંગના કારણે આકર્ષક હોય છે. 

કોઈના પણ મૂડને મોહિત કરનાર આ દેડકા પોતાના રંગના કારણે તેમના અન્ય સાથીથી અલગ તરી આવે છે. 

આ દેડકા વરસાદની સિઝનમાં પણ જોવા નથી મળતાં. 

આ દેડકા વર્ષમાં ફક્ત એક જ વાર જોવા મળે છે. ખેડૂત ગોપાલકૃષ્ણ હેગડેએ આવા દેડકા વિશે લોકોને જાણકારી આપી હતી. 

ખેડૂત ગોપાલકૃષ્ણ હેગડેના બગીચામાં આ પીળા દેડકાના ટોળા જોવા મળે છે. 

ઓસ્ટ્રિયાના ઝૂ વાનિયાની એક ટીમ અહીં આવી અને તેમણે આ દેડકાનું ડોક્યુમેન્ટેશન કરીને પોતાની વેબસાઈટ પર મુકી.

આ દેડકાઓની ખાસિયત એ છે કે, તેઓ વર્ષમાં માત્ર એક જ વાર જોવા મળે છે. 

આ દેડકાનો રંગ પીળો નથી. પરંતુ, દેડકાઓ તેમના સાથીઓને આકર્સવા માટે વરસાદની સિઝનમાં તે પીળા થઈ જાય છે. 

તેમના ગળું વાદળી થઈ જાય છે. ઉપરાંત, તેઓ ખેતરોમાં ઈંડા મુકે છે. આ જાતિ અજોડ છે કે માત્ર નર દેડકા હોર્મોનલ તફાવતને કારણે પીળા થઈ જાય છે. એકંદરે, દેડકાઓની આ પ્રજાતિ ભારતીય દેડકાની જાતિમાં એક વિશિષ્ટ સ્થાન ધરાવે છે. 

વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો

(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માહિતી પર આધારિત છે. ન્યુઝ18 ગુજરાતી આ બાબતો સાચી હોવાની પુષ્ટિ કરતુ નથી.)