RBIનો ડેટા, કઈ બેંકમાં સૌથી વધારે FD કરાવે છે લોકો?

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના નાણાકીય વર્ષ 2022ના આંકડાઓ અનુસાર, સાત પબ્લિક સેક્ટરની બેંક અને ત્રણ પ્રાઈવેટ સેક્ટરની પાસે કુલ બેંક જમાના 76 ટકા સુધી છે. 

મોટાભાગના રોકાણકારો મોટી પબ્લિક સેક્ટર અને પ્રાઈવેટ બેંકોમાં રોકાણ કરવાનું પસંદ કરે છે. 

અહીં અમે તમને જણાવી રહ્યા છીએ કે, દેશના લોકો કઈ બેંકમાં એફડી કરાવવાનું વધારે પસંદ કરે છે.

MORE  NEWS...

દેશના મોટાભાગના લોકો કઈ બેંકમાં FD કરાવવાનું પસંદ કરે છે?

ગેરેજમાં જવાની જરૂર નથી, માત્ર 10 રૂપિયા ખર્ચીને ટકાટક રાખી શકો તમારી કાર

આજે ખરીદી લો આ 3 શેર્સ; નવરાત્રિ આવતા-આવતા તો રૂપિયા વરસવા લાગશે

Read More

SBI- ફિક્સ ડિપોઝીટ માટે સ્ટેટ બેંક રોકાણકારોની સૌથી પસંદીદા બેંક છે. આમાં જુદા-જુદા પીરિયડની કુલ બેંક જમાના 23 ટકા હિસ્સો છે. પબ્લિક સેક્ટર બેંકોમાં તેની કુલ 36 ટકા હિસ્સેદારી છે.

HDFC બેંક- આ બેંક જુદા-જુદા પીરિયડની કુલ બેંક જમાના 8 ટકા ધરાવતી બીજી બેંક છે. પ્રાઈવેટ બેંકોમાં એફડી જમામાં તેની બજાર હિસ્સેદારી 28 ટકા સુધી છે.

યૂનિયન બેંક ઓફ ઈન્ડિયા- પબ્લિક સેક્ટરની બેંકોમાં એસબીઆઈ બાદ કેનેરા અને યૂનિયન બેંકમાં લોકો વધારે એફડી કરાવે છે. આ બંનેની પાસે જુદા-જુદા પીરિયડમાં કુલ બેંક જમાના 7 ટકા હિસ્સો છે. 

પબ્લિક સેક્ટરની બેંકોમાં કેનેરા બેંક અને યૂનિયન બેંક ઓફ ઈન્ડિયાની એફડીમાં બજાર હિસ્સેદારી 12 ટકા અને 11 ટકા છે.

બેંક ઓફ બરોડા- બેંક ઓફ બરોડા અને પંજાબ નેશનલ બેંકની પાસે બધા પીરિયડમાં કુલ બેંક જમાના 6 ટકા છે. પબ્લિક સેક્ટરની બેંકોમાં બેંક ઓફ બરોડા અને પંજાબ નેશનલ બેંક, આ બંનેની એફડીમાં બજાર હિસ્સેદારી 10 ટકા છે.

ICICI બેંક- પ્રાઈવેટ સેક્ટરની બેંકોમાં એચડીએફસી બેંક બાદ રોકાણકારોએ એફડી કરાવવા માટે આઈસીઆઈસીઆઈ બેંકને પસંદ કરી છે.

ICICI બેંક- આમાં બધા પીરિયડમાં કુલ બેંક જમાના 6 ટકા અને એફડીમાં પ્રાઈવેટ બેંકોની વચ્ચે બજાર હિસ્સેદારી 19 ટકા છે.

એક્સિસ બેંક- એક્સિસ બેંક ટોપ 10 બેંકોની લિસ્ટમાં સામેલ છે. આમાં બધા પીરિયડની કુલ બેંક જમાના 5 ટકા અને એફડીમાં ખાનગી બેંકોની વચ્ચે બજાર હિસ્સેદારી 15 ટકા છે.

બેંક ઓફ ઈન્ડિયા અને ઈન્ડિયન બેંકની પાસે બધા પીરિયડની કુલ બેંક જમા 4 ટકા છે. પબ્લિક સેક્ટકની બેંકોમાં એફડીમાં આ બંનેની બજાર હિસ્સેદારી 6 ટકા છે.

MORE  NEWS...

માસ્ટર બ્લાસ્ટર સચિન તેદુંલકરની કંપની લાવી રહી છે IPO

ભાડુઆતને મકાન આપતા સમયે ન કરતા આ ભૂલ; નહીં તો માલિકી હક ગુમાવી બેસશો

આ શેરે તો રોકાણકારોને તાવ લાવી દીધો! 24 કલાકમાં 595 રૂપિયા ગબડ્યો ભાવ

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.