રેસ્ટોરન્ટ જેવા ફૂલેલા અને સોફ્ટ ભટુરે ઘરે કેવી રીતે બને?

શું તમે પણ ભટુરે બનાવો છો અને તે બરાબર નથી બનતા? તો ગભરાશો નહીં આજે અમે તમને બિલકુલ રેસ્ટોરન્ટ જેવા ફુલેલા અને સોફ્ટ ભટુરે બનાવવાની રેસિપી જણાવીશું.

તેના માટે 2 કપ મેંદો, 2 કપ સોજી, 3 બાફેલા  બટાકા, 1 કપ દહીં, જરૂર મુજબ તેલ, સ્વાદ અનુસાર મીઠુ, ચપટી બેકિંગ સોડાની જરૂર પડશે.

ભટુરે બનાવવા માટે બધી સામગ્રીની માત્રાનું ધ્યાન રાખો. સૌથી પહેલા બાફેલા બટાકા મેશ કરી લો.

હવે એક બાઉલમાં મેંદો, સોજી, દહીં, બેકિંગ સોડા, મીઠુ વગેરે કાઢી લો અને મેશ કરેલા બટાકા નાંખો.

MORE  NEWS...

ત્રણ ગણી સ્પીડે ડાઉન જશે હાઇ યુરિક એસિડનું લેવલ, ફાંકી જાવ આ દેશી ચૂર્ણ

કપડાની કિનારીમાંથી મેલ નથી નીકળતો? આ વસ્તુમાં પલાળી દો, નીકળી જશે બધી ગંદકી

બાળકને બાળપણમાં જ શીખવી દો આ 7 સારી આદતો, તમને તમારા ઉછેર પર ગર્વ થશે

હવે પાણી મિક્સ કરીને લોટ બાંધી દો. તેને મસળીને થોડીવાર ગૂંથો અને ઉપર થોડુ તેલ લગાવીને 20-30 મિનિટ માટે ઢાંકીને રાખી દો.

30 મિનિટ પછી તમારા હાથ પર તેલ લગાવો અને લોટ પર થોડુ તેલ લગાવીને તેના લુવા બનાવો.

પાટલી વેલણ પર તેલ લગાવીને ભટૂરા વણી લો, પરંતુ ધ્યાન રાખો કે ભટૂરા ઉપાડીને નહીં પરંતુ પાટલી ફેરવીને વણો.

હવે એક કડાઇમાં તેલ ગરમ કરીને ભટૂરાને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળો.

બજાર જેવા ભટૂરા બનીને તૈયાર છે. તમે છોલે, પનીર વગેરે સાથે તેને સર્વ કરી શકો છો.

MORE  NEWS...

ઘૂંટણનો દુ:ખાવો છૂ કરી દેશે આ જાદુઇ પાણી, આ રીતે કરો સેવન, તરત મળશે રાહત

'છાશ'ના નામે દહીંનું પાણી તો નથી પી રહ્યાં ને! ફાયદાના બદલે થશે નુકસાન

બાફીને ખાવ આ શક્તિશાળી અનાજ, નસોમાં જમા ગંદુ કોલેસ્ટ્રોલ જાતે નીકળી જશે બહાર