રેખા ઝુનઝુનવાલાએ લગાવ્યા રૂપિયા, 52 સપ્તાહની હાઈ પર પહોંચ્યો શેર
ખાનગી ક્ષેત્રની ફેડરલ બેંકે ચાલુ નાણાકીય વર્ષના બીજા ક્વાર્ટરના પરિણામો જાહેર કર્યા છે.
જુલાઈ-સપ્ટેમ્બર 2023 દરમિયાન કંપનીનો ચોખ્ખો નફો 35.6 ટકા વધીને રૂ. 953.82 કરોડ થયો છે. આ જ સમયગાળા દરમિયાન બેંકની ચોખ્ખી વ્યાજ આવક (NII) વાર્ષિક ધોરણે 16.7 ટકા વધી છે.
રેખા ઝુનઝુનવાલાના પોર્ટફોલિયોમાં લાંબા સમયથી સામેલ ફેડરલ બેંકના શેર સોમવારે રેકોર્ડ ઊંચાઈએ પહોંચી ગયા છે.
છેલ્લા 4 મહિનામાં ફેડરલ બેંકે 25 ટકા વળતર આપ્યું છે. આ સમયગાળા દરમિયાન રેખા ઝુનઝુનવાલાના પોર્ટફોલિયોમાં સામેલ આ શેર અંદાજે રૂ. 120 થી વધીને રૂ. 150 થયો છે.
લોન અને ડિપોઝિટમાં સતત વૃદ્ધિ અને સંપત્તિની ગુણવત્તામાં સુધારાને કારણે ફેડરલ બેન્ક બીજા ક્વાર્ટરમાં મજબૂત આંકડાઓ પોસ્ટ કરે તેવી અપેક્ષા હતી.
11 સપ્ટેમ્બર, 2023 સુધીની નવીનતમ શેરહોલ્ડિંગ પેટર્ન મુજબ, રેખા ઝુનઝુનવાલા ફેડરલ બેંકના રૂ. 7,27,13,440 કરોડ અથવા બેંકમાં 3.03 ટકા હિસ્સો ધરાવે છે.
ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ક્વાર્ટર (જૂન ક્વાર્ટર)માં ફેડરલ બેન્કે રૂ. 853.74 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો હતો.