આસોપાલવથી ખુશ થશે માતા લક્ષ્મી

ભારતમાં ધાર્મિક પ્રસંગોએ ઘરના દ્વાર પર તોરણ બાંધવાની પ્રથા છે. 

વાસ્તુ શાસ્ત્ર પ્રમાણે ઘરના દરવાજે તોરણ બાંધવાથી ઘરમાં સુખ-શાંતિ અને સમૃદ્ધિ આવે છે. 

હિન્દુ ધર્મની માન્યતા અનુસાર ઘરના દરવાજે તોરણ બાંધવાથી નકારાત્મક ઉર્જા પ્રવેશતા અટકે છે. 

પાંદડા, ફૂલ, ફેબ્રિક, મોતી, સીપી, કાચ, શંખ, ઘંટડીવાળા તોરણ દરવાજે બાંધવાથી ઘરમાં પોઝિટીવ ઉર્જા આવે છે.

ઘરના દરવાજે આસોપાલવનું તોરણ બાંધવાથી આર્થિક મુશ્કેલી દૂર થાય છે. 

ઘંટડીવાળા તોરણ બાંધવાથી મન પ્રફુલ્લિત રહે છે અને માતા લક્ષ્મીનો ઘરમાં પ્રવેશે છે. 

આ સાથે ગલગોટાના તોરણ બાંધવાથી માતા લક્ષ્મી સાથે ભગવાન વિષ્ણુનો પણ ઘરમાં વાસ રહે છે.

આંબાના પાનને ધાર્મિક પૂજા-વિધિ, માંગલિક પ્રસંગોમાં ખાસ શુભ મનાય છે.

આ સાથે ઘરમાં બને ત્યાં સુધી પ્રસંગમાં આર્ટિફિશિયલ તોરણ બાંધવાનું ટાળવું જોઈએ.

જ્યારે પણ આર્ટિફિશિયલ તોરણ બાંધો ત્યારે ગંગાજળ છાંટીને બાંધવું જોઈએ.

વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો