શું તમે સોશિયલ મીડિયા પર ચોંટી રહો છો? વૈજ્ઞાનિકો માને છે કે તમે બીમાર છો.
આજકાલ સોશિયલ મીડિયા યુવાનો જ નહીં પરંતુ તમામ ઉંમરના લોકો માટે વ્યસન બની રહ્યું છે.
વૈજ્ઞાનિકોનું માનીએ તો તેનો વધારે પડતો ઉપયોગ કરવાથી સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર કરે છે.
આ રિસર્ચ યુનિવર્સિટી કૉલેજ ઓફ લંડનના વૈજ્ઞાનિકો દ્વારા કરવામાં આવ્યું છે.
તેમના મુજબ જે લોકો સોશિયલ મીડિયાનો ઉપયોગ ઓછો કરે છે તેઓ સ્વસ્થ છે.
સોશિયલ મીડિયાના સીમિત ઉપયોગથી તાણ, ચિંતા, કંટાળો, એકલાપણુ લાગતું નથી.
રિપોર્ટનું માનીએ તો સોશિયલ મીડિયાના વધુ ઉપયોગથી માનસિક પરેશાની થાય છે.
તેની પુષ્ટી અમેરિકામાં આયોવા સ્ટેટ યુનિવર્સિટીના શોધકર્તાઓએ પણ કરી છે.
આ રિસર્ચમાં 230 વિદ્યાર્થીઓને સોશિયલ મીડિયાનો ઉપયોગ ઘટાડવા માટે કહેવાયું હતું.
જેમાં સામે આવ્યું કે વિદ્યાર્થીઓની ચિંતા, કંટાળો, એકલાપણું, તાણ વગેરે જેવી સમસ્યા ઘટી હતી.
વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો
Click Here...