સેનાનો નિવૃત જવાન 1.6 વીઘાના ખેતરમાં વર્ષે લાખોની કમાણી કરી છે.
નોકરીથી નિવૃત્તી બાદ મોટાભાગના લોકો આરામ કરવા માગે છે પરંતુ અહીં તો કહાણીમાં ટ્વિસ્ટ છે.
જ્યાં લોકો પેન્શનના સહારે જીવવાનું પસંદ કરે છે ત્યાં આ નિવૃત્ત સૈનિકે કંઈક અલગ જ કરવાનું નક્કી કર્યું.
બિહારના એક જવાને સેનામાંથી નિવૃત્તી પછી ગામડે આવીને ખેતી કરવાનું શરું કર્યું અને લાખોની કમાણી કરી.
તેમણે પોતાના 1 એકર એટલે કે 1.6 વીઘાના ખેતરમાં તાઈવાની પપૈયાની ખેતી કરી.
તેઓ પપૈયાની સાથે સાથે ખેતરમાં સીઝનને અનુકૂળ આદૂ અને ગલગોટાના ફૂલની પણ ખેતી કરી રહ્યા છે.
આમ એક જ ખેતરમાંથી તેઓ વર્ષે 10 લાખ રુપિયા સુધીની કમાણી કરી રહ્યા છે.
આ નિવૃત્ત સૈનિક બિહારના પૂર્વ ચમ્પારણ જીલ્લાના પિપરા કોઠીના સૂર્ય પૂર્વ પંચાયતના રહેવાસી છે.
તેમનું નામ રાજેશ કુમાર છે, તેમણે ખેતી કરવાનું નક્કી કરતાં લોકોએ શરુઆતમાં મજાક ઉડાવી હતી.
તેમણે એક એકરમાં પપૈયાના 1200 છોડ વાવ્યા હતા. પ્લાન્ટ લગાવ્યાના 6 મહિનામાં પપૈયા આવવા લાગ્યા.
દર બે-ત્રણ દિવસે તેઓ 4-10 ક્વિંટલ પપૈયાનો પાક મેળવતા હતા. જેમાંથી તેમને 12 લાખની આવક થઈ અને નફો 10 લાખ થયો.
Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.