વક્રી બુધ આ ત્રણ રાશિના જાતકોને આપશે અપાર ધન

બુધને બુદ્ધિ, તર્ક, સંવાદ, ગણિત, ચતુરતા, અર્થવ્યવસ્થા, વેપાર અને મિત્રતાનો કારક માનવામાં આવે છે.

માટે બુધના ગોચરથી તમામ રાશિના જાતકો પર અસર જોવા મળે છે.

બુધ ગ્રહ 24 ઓગસ્ટના રોજ સિંહ રાશિમાં વક્રી થયા છે અને લગભગ 20 દિવસ સુધી વક્રી સ્થિતિમાં ભ્રમણ કરશે

એવામાં 3 રાશિના જાતકોના સારા દિવસ શરુ થઇ શકે છે. આઓ જાણીએ આ રાશિઓ કઈ છે.

વૃષભ: તમને આકસ્મિક પૈસા મળી શકે છે. કામ અને વ્યવસાયમાં સન્માન મળશે. વ્યાપારીઓને સારો નફો મળી શકે છે.

જેઓ નોકરી બદલવાનું વિચારી રહ્યા છે, તેઓ આ સમયે નોકરી બદલી શકે છે.

કર્ક: તમને શારીરિક સુખ મળી શકે છે. તમે વાહન અથવા મિલકત ખરીદી શકો છો. કોઈ નવું કાર્ય શરૂ કરી શકો છો.

તમારો આત્મવિશ્વાસ પણ વધશે. તમારી કોઈપણ યોજના સફળ થઈ શકે છે. તેની સાથે કામ-ધંધામાં સફળતા મળશે.

તુલા: વેપારીઓને ધંધામાં સારો ફાયદો થશે. બિઝનેસ વધારી શકો છો. મનોકામનાઓ પૂર્ણ થશે. બાળક સુખ મેળવી શકે છે.

ભાઈ-બહેનોનો સહયોગ મળશે. તમને માન-સન્માન મળશે.  શેરબજાર, સટ્ટાબાજી અને લોટરીમાં પૈસાનું રોકાણ ફાયદાકારક રહેશે.

વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો

(નોંધ: આ આપવામાં આવેલી માહિતી જ્યોતિષીય ગણનાઓ પર આધારિત છે, ન્યૂઝ18 અહીં આપેલા અંદાજિત તથ્યોની પુષ્ટિ કરતું નથી. પાલન કરતા પહેલા સબંધિત નિષ્ણાંતોની સલાહ લો.)