ગઈકાલે ગુરુવારે કંપનીનો શેર 50.86 રૂપિયા પર બંધ થયો હતો, જ્યારે આજે સવારે ટ્રેડિંગમાં તે 3 ટકા વધીને 52.80 પર પહોંચી ગયો હતો.
6 માર્ચ 2024ના રોજ શેરની કિંમત 57.14 રૂપિયા સુધી પહોંચી હતી, આ તેની 52 સપ્તાહની ઊંચી સપાટી છે.
જ્યારે ગત વર્ષે જૂન મહિનામાં શેર 20.08 રૂપિયાના સ્તર સુધી ગબડ્યા હતા, આ તેની 52 સપ્તાહની નીચી સપાટી છે.
ઘરેલૂ બ્રોકરેજ પ્રોફિટમાર્ટના પ્રમાણે શેરમાં આગામી 12-15 મહિનામાં લગભગ 75 રૂપિયાનો ટાર્ગેટ જોવા મળી શકે છે.
રુદ્ર ગ્લોબલ ઈન્ફ્રા પ્રોડક્ટ્સ લિમિટેડની શેરહોલ્ડિંગ પેટર્નની વાત કરીએ, તો તેની 72,88 ટકા હિસ્સેદારી પ્રમોટર્સોની પાસે છે, જ્યારે પબ્લિક શેરધારકો પાસે 27.12 ટકા હિસ્સેદારી છે.
Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.