બેન્ક લોકર બેન્કો લોકર માટે સમયમર્યાદા 31 ડિસેમ્બર, 2023 હતી. જેમણે લોકર કરાર પર હસ્તાક્ષર કર્યા નથી, તેમના લોકર 1 જાન્યુઆરીથી ફ્રીઝ થઇ શકે છે.
UPI ID બંધજે UPI આઈડીથી એક વર્ષ સુધી કોઈ ટ્રાન્ઝેક્શન નથી થયા તે બંધ થશે, વર્ષમાં એક વખત ટ્રાજેક્શન થવું જરૂરી છે.
વીમા પૉલિસીપોલિસીધારકોને ગ્રાહક માહિતી પત્રકો આપવાનું ફરજિયાત બનાવ્યું છે. આ દસ્તાવેજનો હેતુ વીમા સંબંધિત મહત્વપૂર્ણ માહિતીને સરળ શબ્દોમાં સમજાવવાનો છે.
વીમા ટ્રિનિટી પ્રોજેક્ટઆ પ્રોજેક્ટનો હેતુ વીમા પ્રોડક્ટ્સને સરળ બનાવવાનો છે. વીમા સુગમ દ્વારા ઉત્પાદનો અથવા સેવાઓની ખરીદીને સરળ બનાવવાની યોજના આજથી શરૂ
આવકવેરા રિટર્ન ફાઇલ રિટર્નમાં ભૂલો ધરાવતી વ્યક્તિઓ પણ સુધારેલા રિટર્ન સબમિટ કરવામાં અસમર્થ રહેશે.
સિમ કાર્ડ મેળવવું મુશ્કેલહવે સિમ કાર્ડ મેળવવા માટે ડિજિટલ નો યોર કસ્ટમર (KYC) પ્રક્રિયા ફરજિયાત છે. ટેલિકોમ કંપનીઓએ સિમ કાર્ડ મેળવવાની પ્રક્રિયા દરમિયાન ગ્રાહકોને બાયોમેટ્રિક ડેટા આપવાનો રહેશે.
આધાર કાર્ડની વિગતોમાં ફેરફારમફત ફેરફાર કરવાની છેલ્લી તારીખ પણ 31 ડિસેમ્બર, 2023 હતી. આવી સ્થિતિમાં, આજથી, આધાર કાર્ડમાં તેમની વ્યક્તિગત વિગતો બદલવા માંગતા લોકોએ 50 રૂપિયાની રકમ ચૂકવવી પડશે
ડીમેટ નોમિનેશનજો તમે શેરબજારમાં વેપાર કરો છો, તો તમારે જૂન 2024 સુધીમાં ડીમેટ એકાઉન્ટ નોમિનેટ કરવું પડશે. અગાઉ આ સમયમર્યાદા 31 ડિસેમ્બર 2023 નક્કી હતી
પાર્સલ મોકલવા મોંઘા થઈ શકેપાર્સલ મોકલવા મોંઘા થઈ શકે છે. DHL અને Bluedart જેવી કંપનીઓએ સંકેત આપ્યા છે કે તેઓ નવા વર્ષમાં પાર્સલ મોકલવાના ભાવમાં લગભગ 7%નો વધારો કરશે
કારના ભાવ પણ વધશેમારુતિ, મહિન્દ્રા, કિયા, હ્યુન્ડાઈ, હોન્ડા અને ટોયોટા સહિત ટાટાએ પણ પોતાના કોમર્શિયલ વાહનોની કિંમતમાં 2 ટકાનો વધારો કરવાનો સંકેત આપ્યો છે.
જાન્યુઆરીમાં બેન્કો 16 દિવસ બંધજાન્યુઆરી મહિનામાં બેન્કોમાં બમ્પર રજાઓ છે અને જાન્યુઆરી 2024માં બેન્કો 16 દિવસ બંધ રહેશે