આ દસ્તાવેજ વગર નહીં મળે સહારામાં ફસાયેલા રૂપિયા

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે દિલ્હી ખાતે 18 જુલાઈ, 2023ના રોજ ‘સહારા રિફંડ પોર્ટલ’ લોન્ચ કર્યું હતું. 

આ પોર્ટલ દ્વારા સહારાના એવા રોકાણકારોને તેમના પૈસા પરત મળશે, જેમની રોકાણની મેચ્યોરિટી પૂરી થઈ ગઈ છે. 

સહારા ગ્રુપના કો-ઓપરેટિવમાં ફસાયેલા રોકાણકારોના કરોડો રૂપિયા પાછા આપવાના હેતુસર આ રિફંડ પોર્ટલની શરૂઆત કરવામાં આવી છે. 

તમે પણ રિફંડનો દાવો કરવા માંગો છો, તો જાણી લો આ માટે કયા દસ્તાવેજો જરૂરી છે.

રિફંડ પોર્ટલ પર અરજી કરવા માટે મેંબરશીપ, ડિપોઝિટ એકાઉન્ટ નંબર, આધાર સાથે લિંક કરેલ મોબાઇલ નંબર, ડિપોઝિટ સર્ટિફિકેટ વગેરે દસ્તાવેજ હોવા જરૂરી છે.

સહારામાં ફસાયેલા પૈસામો ક્લેમ કરવા માટે રોકાણકારનું આધાર વર્તમાન મોબાઇલ નંબર સાથે લિંક કરેલ હોવું અનિવાર્ય છે. 

આ ઉપરાંત બેન્ક અકાઉન્ટ સાથે પણ આધાર લિંક કરેલું હોવું ખૂબ જરૂરી છે.

અહીં જણાવેલી કોઈપણ વિગત વિના તમે રિફંડ ક્લેમ કરી શકશો નહીં.

આધાર, પાનકાર્ડ, મેંબરશીપ નંબર, ડિપોઝિટ અકાઉન્ટ નંબર, આધાર સાથે લિંક મોબાઈલ નંબર, ડિપોઝિટ સર્ટિફિકેટ સાથે રાખવા જરૂરી છે. 

માત્ર 45 દિવસની અંદર રોકાણકારોના ફસાયેલા પૈસા તેમના બેંક અકાઉન્ટમાં જમા થઈ જશે.

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.