6 મહિનામાં રૂપિયા કરી દીધા ટ્રિપલ, હજુ પણ રૂપિયા વરસાવશે આ શેર!

છેલ્લા કેટલાક મહિનામાં દલાલ સ્ટ્રીટ પર હલચલ મચાવનાર શેરોમાં સુઝલોન એનર્જીનો શેર પણ સામેલ છે.

આ મલ્ટીબેગર સ્ટોક રોકાણકારો માટે મની પ્રિન્ટીંગ મશીન બની ગયો છે. છેલ્લા છ મહિનામાં તેણે રોકાણકારોના નાણામાં ત્રણ ગણો વધારો કર્યો છે. 

છેલ્લા ટ્રેડિંગ સેશનમાં એટલે કે શુક્રવારે, સુઝલોન એનર્જીનો શેર ઇન્ટ્રાડેમાં રૂ. 29.80ની તેની 52 સપ્તાહની નવી ટોચે પહોંચ્યો હતો.

MORE  NEWS...

‘પાર્ટી તો બનતી હે’! 1 શેરના બદલામાં 4 બોનસ શેર આપશે આ કંપની

કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે આપી દીધી મંજૂરી, હવે 1 શેરના 10 શેર બનશે

એવું તો શું થયું કે ગુજરાતની કંપનીના ખાડે ગયેલા શેર ફરી રોકેટ બન્યા અને 6 મહિનામાં લગાવી 300%ની છલાંગ?

13 ઓક્ટોબર, 2022ના રોજ, સુઝલોન એનર્જીનો શેર 52-સપ્તાહના નીચલા સ્તરે એટલે કે રૂ. 6.60 પર હતો.

આ પછી સ્ટોક ટોપ ગિયર પર પહોંચ્યો અને અત્યાર સુધીમાં તે 341 ટકાથી વધુ ઉછળ્યો છે. હવે આ શેર પણ તેની 8 વર્ષની ઊંચી સપાટીને પાર કરી ગયો છે.

છેલ્લા છ મહિનામાં સુઝલોન એનર્જીના શેરમાં 263 ટકાનો વધારો થયો છે.

10 ઓક્ટોબરે આ શેર રૂ. 8.05 પર ટ્રેડ થઈ રહ્યો હતો. હવે તે રૂ.29.80 પર પહોંચી ગયો છે. આનો અર્થ એ થયો કે છ મહિનાના સમયગાળામાં સુઝલોન એનર્જીના શેરના ભાવ ત્રણ ગણાથી વધુ વધી ગયા છે.

મનીકંટ્રોલના એક રિપોર્ટ અનુસાર, સુઝલોન એનર્જીના શેરમાં થયેલા આ જંગી ઉછાળાને જોતા નિષ્ણાતોનો અંદાજ તેના વિશે સકારાત્મક છે.

LKP સિક્યોરિટીઝના વરિષ્ઠ ટેકનિકલ એનાલિસ્ટ રૂપક ડેએ સુઝલોન એનર્જીને 'બાય' કેટેગરીમાં રાખી છે અને તેની લક્ષ્ય કિંમત રૂ. 30-32 નક્કી કરી છે.

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.