રેલવેના આ શેરમાં લખપતિ બનાવવાનો દમ! ખરીદી લો

રેલ વિકાસ નિગમના શેરોએ ગત 2 વર્ષોમાં રોકાણકારોને માલામાલ બનાવી દીધા છે. બે વર્ષ પહેલા આ મલ્ટીબેગર શેરની કિંમત 32.85 રૂપિયા હતી, જે આજે ઈન્ટ્રા ડેમાં વધીને 605 રૂપિયા થઈ ગઈ છે. 

શુક્રવારે આ રેલવે શેરમાં 4 ટકા તેજીથી, એ સવાલ ફરીથી ઊભો થવા લાગ્યો કે, શું હજુ પણ આ શેરમાં રોકાણકારોને લખપતિ બનાવવાનો દમ બચ્યો છે. 

કેટલાક એક્સપર્ટનું માનવું છે કે, RVNL કંપનીની પાસે હજુ વિકાસની ઘણી શક્યતા છે. જ્યારે, અન્યનું માનવું છે કે, શેરની કિંમત પહેલાથી બહુ જ વધારે છે.

MORE  NEWS...

રેખા ઝુનઝુનવાલાના પોર્ટફોલિયોમાં મોટો ફેરફાર, જાણો કયા શેર ખરીદ્યા અને શેમાં વેચાણ કર્યું?

ધરતી પરની સૌથી અમીર મહિલા, કેવી રીતે બની 1200 કરોડની માલિક? હકીકત જાણીને ચોંકી ઉઠશો

કોઈ ગમે તેટલું કહે પણ આ 4 શેર્સને કદી ન ખરીદતા, શેરબજારમાં મોટા નુકસાનથી બચી જશો

RVNL દ્વારા પટેલ એન્જિનિયરિંગની સાથે એક કરાર MoU પર હસ્તાક્ષર કર્યાની ખબર સામે આવ્યા બાદ કંપનીના શેરોમાં ઉછાળો આવ્યો છે. 

ગત એક વર્ષની વાત કરીએ તો, RVNLના શેરે 368 ટકાનું રિટર્ન આપ્યું છે. ગત 6 મહિનામાં જ આ સેરે રોકાણકારોના રૂપિયા ત્રણ ગણા વધારી દીધા છે. 

RVNLનો રિલેટિવ સ્ટ્રે્ન્થ ઈન્ડેક્સ 55.6 પર છે, જે સંકેત આપે છે કે, તે ન તો ઓવરબોટ ઝોનમાં છે અને ન તો ઓવરસોલ્ડ ઝોનમાં. 

એન્ટીક બ્રોકિંગે આ શેરને ઓવરવેલ્યૂડ જણાવ્યો છે, જ્યારે એન્જલ વન અને પ્રભુદાસ લીલાધરનું માનવું છે કે, શેરમાં હજુ પણ ઉપર જવાની ક્ષમતા છે. 

એન્જલ વનના વરિષ્ઠ સંશોધન વિશ્લેષક ઓશો ક્રિષ્નનનું માનવું છે કે, RVNL સ્ટોક માટે નજીકનો ગાળાનો ટેકો રૂ. 550 છે, ત્યારબાદ રૂ. 520નો સબઝોન છે. 

પ્રભુદાસ લીલાધરે તકનીકી શોધ વિશ્લેષક શિજૂ કુથુપાલક્કલે કહ્યું કે, શેર માટે 600 રૂપિયાના સ્તર પર પ્રતિરોધ છે. એકવાર રેજિસ્ટેન્સ તૂટી જાય છે, તો શેર 647 રૂપિયા સુધી જઈ શકે છે. 

આનંદ રાઠી શેર્સ એન્ડ સ્ટોક બ્રોકર્સના સીનિયર મેનેજર અને ટેકનિકલ રિસર્ચ એનાલિસ્ટ, જિગર એસ પટેલને આશા છે કે, ટૂંકા ગાળામાં સ્ટોક રૂ. 565-625ની રેન્જમાં રહેવાની અપેક્ષા રાખે છે. 

MORE  NEWS...

દુનિયાના સૌથી મોટા દાનવીર એક ભારતીય, પૂરા 102 બિલિયન ડોલરનું દાન કર્યું; નામ જાણશો તો છાતી પહોળી થઈ જશે

બીજુ કંઈ નહીં પણ કવર જ ઘટાડી દે છે તમારા સ્માર્ટફોનનું આયુષ્ય, આ આર્ટિકલ વાંચશો તો આજે જ કવર કાંઢી ફેંકી દેશો

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.