સાડી બનાવતી કંપની લોન્ચ કરશે IPO, 2 દિવસ પછી લગાવી શકશો દાવ

આઈપીઓ રોકાણકારો માટે જરૂરી ખબર છે. જો તમે આઈપીઓ દ્વારા રૂપિયા કમાવવા માંગો છો, તો તમારા માટે એક મોકો હોઈ શકે છે. 

વાસ્તવમાં, સાડીઓનો કારોબાર કરનારી કંપની સરસ્વતી સાડી ડિપો લિમિટેડનો આઈપીઓ 12 ઓગસ્ટના રોજ ખુલશે અને 14 ઓગસ્ટના રોજ બંધ થશે. 

કંપનીએ તેના 160 કરોડ રૂપિયાના આઈપીઓ માટે 152-160 રૂપિયા પ્રતિ શેરનો પ્રાઈસ બેન્ડ નક્કી કર્યો છે. ન્યૂનતમ બિડ 90 શેરો માટે છે. ત્યારબાદ 90ના મલ્ટીપલમાં બિડ લગાવી શકાશે.

MORE  NEWS...

રેખા ઝુનઝુનવાલાના પોર્ટફોલિયોમાં મોટો ફેરફાર, જાણો કયા શેર ખરીદ્યા અને શેમાં વેચાણ કર્યું?

ધરતી પરની સૌથી અમીર મહિલા, કેવી રીતે બની 1200 કરોડની માલિક? હકીકત જાણીને ચોંકી ઉઠશો

કોઈ ગમે તેટલું કહે પણ આ 4 શેર્સને કદી ન ખરીદતા, શેરબજારમાં મોટા નુકસાનથી બચી જશો

આઈપીઓમાં 65 લાખ ઈક્વિટી શેરો સુધીનો એક ફ્રેશ ઈશ્યૂ અને પ્રમોટર ગ્રુપ દ્વારા 35 લાખ ઈક્વિટી શેરોનું ઓફર ફોર સેલ સામેલ છે.

સરસ્વતી સાડી ડિપોના આઈપીઓનો 50 ટકા હિસ્સો ક્વાલિફાઈડ ઈન્સ્ટીટ્યૂશનલ બાયર્સ માટે, 15 ટકા હિસ્સો બિન સંસ્થાકીય રોકાણકારો માટે અને 35 ટકા હિસ્સો રિટેલ રોકાણકારો માટે આરક્ષિત છે.

કંપનીના શેર એનએસઈ અને બીએસઈ પ્લેટફોર્મ પર લિસ્ટ કરવામાં આવશે. કંપની ઈશ્યૂથી હાંસિલ શુદ્ધ આવકનો ઉપયોગ વર્કિંગ કેપિટલની જરૂરિયાતો અને સામાન્ય કોર્પોરેટ ઉદ્દેશ્યો માટે કરશે.

કોલ્હાપુર સ્થિત સરસ્વતી સાડી ડિપો વર્ષ 1966થી સાડીઓના કારોબારમાં છે. કંપની દેશભરમાં અલગ-અલગ નિર્માતાઓથી સાડીઓ ખરીદે છે.

નાણાકીય વર્ષ 2023-24માં કંપનીએ 29.52 કરોડ રૂપિયાના ચોખ્ખા નફાની સાથે 610 કરોડ રૂપિયાનું રેવન્યૂ નોંધાવ્યું છે.

MORE  NEWS...

દુનિયાના સૌથી મોટા દાનવીર એક ભારતીય, પૂરા 102 બિલિયન ડોલરનું દાન કર્યું; નામ જાણશો તો છાતી પહોળી થઈ જશે

બીજુ કંઈ નહીં પણ કવર જ ઘટાડી દે છે તમારા સ્માર્ટફોનનું આયુષ્ય, આ આર્ટિકલ વાંચશો તો આજે જ કવર કાંઢી ફેંકી દેશો

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.