અહીં મળે છે 56 પ્રકારના મસાલાથી ભરપૂર છાશ સોડા

જામનગરના હવાઈ ચોક વિસ્તારમાં આવેલી રમણ પાનની દુકાન પર પાનની સાથે 56 પ્રકારના મસાલા વાળી છાશ સોડા મળે છે. 

આયુર્વેદની દ્રષ્ટીએ શ્રેષ્ઠ અને લાજવાબ ટેસ્ટ ધરાવતી છાશ સોડા પીવા લોકો દૂર દૂરથી આવે છે.

હવાઈ ચોક વિસ્તારમાં રમણ પાનની દુકાન છેલ્લા 60-70 વર્ષથી ચાલી રહી છે.

અહીંની છાશ સોડાની સાથે લીંબુ શરબત અને પાન લોકોને ખૂબ જ પસંદ આવી રહ્યા છે.

MORE  NEWS...

કેળાની ખેતી કરીને ઓછા ખર્ચે મેળવો લાખોની કમાણી

સમગ્ર ગુજરાતમાં પ્રખ્યાત છે અહીંનો શ્રીખંડ...

ખેડૂતે ખેતી છોડી શરૂ કર્યું પશુપાલન, મેળવી લાખોની આવક

છાશ સોડાની ખાસિયત એ છે કે, તેમાં 35 પ્રકારની આયુર્વેદિક વસ્તુઓ નાખવામાં આવે છે.

સાથોસાથ 56 પ્રકારના જુદા જુદા મસાલાઓ નાખીને જોરદાર ટેસ્ટ લાવવાનો પ્રયાસ કરવામાં આવે છે.

દુકાનદાર મનસુખભઈ દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, આ સોડા પીવાથી ગેસ, એસીડીટી અને અપચો જેવી સમસ્યા  તાત્કાલિક ગાયબ થઈ જશે.

અહીં આવતા ગ્રાહકો પણ આ છાશ સોડાના વખાણ કરે છે. 

છાશ સોડાને જામનગરવાસીઓમાં અલગ જ લોકપ્રિયતા હાંસલ કરી છે. 

MORE  NEWS...

ભરૂચના ખેડૂતે કરી રીંગણ પાકની સફળ ખેતી, સારો ભાવ ન મળતા જગતનો તાત ચિંતિત

ખેડૂતે અપનાવી ખેતીની આધુનિક પદ્ધતિ, મલ્ચિંગ પેપર પર ચોળીની ખેતી કરી મેળવી સારી આવક

ખેડૂતે કર્યું ગોલ્ડન જાતના ઉનાળુ મગનું વાવેતર, બમણું ઉત્પાદન મેળવવાની સેવી આશા

આ લેખમાં આપવામાં આવેલી માહિતી જે-તે વ્યક્તિ દ્વારા જણાવવામાં આવી છે. આવા જ અહેવાલ જોવા માટે જોડાયેલા રહો News18 Gujarati સાથે...