પોસ્ટ ઓફિસની ઘણી એવી સ્મોલ સેવિંગ સ્કીમ્સ છે, જેમાં જોરદાર વ્યાજ મળી રહ્યું છે.
આવી જ એક યોજના છે રિકરિંગ ડિપોઝીટ, જેના વ્યાજ દરમાં હાલ જ વધારો કરવામાં આવ્યો છે
હાલમાં જ કેન્દ્ર સરકારે રિકરિંગ ડિપોઝીટ પર વ્યાજ દર 6.2 ટકાથી વધારીને 6.5 ટકા કરી દીધું છે.
રિંકરિંગ ડિપોઝીટમાં રોકાણની વાત કરીએ તો આમાં વ્યાજ દર ફિક્સ હોય છે.
આ સ્કીમમાં તમે રોજ 66 રૂપિયા બચાવીને મેચ્યોરિટી પર 1,41,983 રૂપિયા મેળવી શકો છો.
જો તમે રોકાણ બમણું કરીને રોજના 133 રૂપિયા બચાવો તો તમારી જમા રકમ 2,40,000 થઈ જશે.
આ રકમ પર તમને 43,968 રૂપિયાનું વ્યાજ મળશે, એટલે કે કુલ રકમ 2,83,968 રૂપિયા થઈ જાય છે.
Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.