બચાવીને રાખજો રૂપિયા! ઓગસ્ટમાં આવી રહ્યા છે 2 નવા IPO
ઓગસ્ટ મહિનો ઘણો ખાસ રહેવાનો છે. તમને આ મહિને ધનવાન બનવાની તક મળી શકે છે.
જુલાઈની જેમ આ મહિનામાં પણ ઘણા આઈપીઓ આવવાના છે.
તમને જણાવી દઈએ કે જુલાઈમાં સેનકો ગોલ્ડ, ઉત્કર્ષ સ્મોલ ફાઈનાન્સ બેંક સહિત ઘણા આઈપીઓએ શેરબજારમાં પ્રવેશ કર્યો હતો.
ઓગસ્ટના પ્રથમ દિવસે જ બે નવા IPO આવી રહ્યા છે.
1.Oriana Power IPO- ઓરિયાના પાવરનો IPO 1લી ઓગસ્ટે ખુલવા જઈ રહ્યો છે. આ SME IPO છે.
જેમાં રોકાણકારો 3 ઓગસ્ટ સુધી રોકાણ કરી શકે છે. તેનો પ્રાઇસ બેન્ડ 115 થી 118 રૂપિયા નક્કી કરવામાં આવી છે.
2.Vinsys IT Services IPO- IT સોફ્ટવેર સર્વિસ કંપની Vinsys IT Servicesનો IPO પણ ઓગસ્ટની પહેલી તારીખે ખુલવા જઈ રહ્યો છે.
તે 4 ઓગસ્ટ સુધી ખુલ્લું રહેશે. આ એક SME IPO પણ છે. જેની પ્રાઇસ બેન્ડ 121 રૂપિયાથી 128 રૂપિયા સુધી કંપની દ્વારા નક્કી કરવામાં આવી છે.
Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.