રૂપિયા બચાવીને રાખજો! 15 સપ્ટેમ્બરે ઓપન થશે આ કંપનીનો IPO
15 સપ્ટેમ્બરના રોજ ટ્રાવેલટેક સ્ટાર્ટઅપ યાત્રા ઓનલાઈનનો IPO રોકાણ માટે ઓપન થવાનો છે.
આઈપીઓ માટે 135-142 રૂપિયા પ્રતિ શેરનો પ્રાઈસ બેન્ડ નક્કી કરવામાં આવ્યો છે.
એન્કર રોકાણકારો માટે આ ઈશ્યૂ એક દિવસે પહેલા એટલે કે 14 સપ્ટેમ્બરના રોજ ખુલશે.
કંપની IPO દ્વારા 775 કરોડ રૂપિયા એકત્રિત કરવા માંગે છે.
આ આઈપીઓ હેઠળ 602 કરોડ રૂપિયાના ફ્રેશ ઈક્વિટી શેર બહારા પાડવામાં આવશે. આ ઉપરાંત 1.218 કરોડ શેરોનું ઓફર ફોર સેલ હેઠળ વેચાણ કરવામાં આવશે.
સબ્સક્રિપ્શન પછી 25 સપ્ટેમ્બરના રોજ શેરોનું એલોટમેન્ટ કરવામાં આવશે.
29 સપ્ટેમ્બરના રોજ શેર માર્કેટમાં લિસ્ટ થઈ શકે છે.
યાત્રા ઓનલાઈનનો દાવો છે કે, તો કોર્પોરે ક્લાયન્ટ્સની સંખ્યામાં દેશની સૌથી મોટી કોર્પોરેટ ટ્રાવેલ સર્વિસ પ્રોવાઈડર કંપની છે.
Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.