શ્રાવણના ત્રીજા સોમવારે 3 શુભ યોગ, મહાદેવને પ્રસન્ન કરવાનો સુવર્ણ અવસર
શ્રાવણનો પવિત્ર માસ ચાલી રહ્યો છે અને શ્રાવણનો પવિત્ર મહિનો ભગવાન શંકરને સમર્પિત છે.
આ વખતે શ્રાવણનો મહિનો અધિક માસ હોવાના કારણે 2 મહિનાનો છે.
શિવજીને પ્રસન્ન કરવા માટે શિવ ભક્તોને 4ના બદલે 8 સોમવારનું વ્રત કરવાનો મોકો મળશે.
શ્રાવણનો ત્રીજો અને અધિક માસનો પહેલો સોમવાર આજે છે.
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આજે 24 જુલાઇએ 3 શુભ યોગ એકસાથે રચાઇ રહ્યાં છે.
આ દિવસે તમે વિધિ-વિધાનથી ભોળેનાથની પૂજા કરશો તો મહાદેવ જલ્દી પ્રસન્ન થશે.
આ દિવસે વિધિ-વિધાનથી પૂજા કરવાથી જીવનમાં દુખ, રોગ, ઘરમાં ક્લેશ, આર્થિક તંગીથી મુક્તિ મળે છે.
શિવ ભક્તોએ શિવ મંદિરમાં જઇને બિલિપત્ર, દૂધ અને મિશરી અર્પિત કરવા જોઇએ.
ભગવાન ભોળેનાથ પર બિલિપત્ર અર્પિત કરવાથી જાતકની તમામ મનોકામના પૂરી થાય છે.