શિવજીની 3 પ્રિય રાશિઓ, શ્રાવણના 59 દિવસ કરશે મોજ
પવિત્ર શ્રાવણ માસ શરૂ થવાને હવે થોડા જ સમય બાકી છે. તેવામાં શિવ ભક્તોમાં પણ તેનો અનેરો ઉત્સાહ છે.
શ્રાવણ મહિનામાં ભગવાન શિવની પૂજા વિશેષ ફળદાયી હોય છે. આ વખતે શ્રાવણ માસ પૂરા 59 દિવસનો રહેશે.
જ્યોતિષ શાસ્ત્રીએ જણાવ્યા અનુસાર, શ્રાવણમાં 3 રાશિઓને સૌથી વધુ લાભ થાય છે. આ રાશિઓ ભગવાન શિવની પ્રિય છે.
આ ત્રણેય જળ તત્વની રાશિઓ છે અને શ્રાવણમાં જળનું વિશેષ મહત્વ હોય છે. તેથી આ રાશિઓ પર મહાદેવની વિશેષ કૃપા રહે છે.
કર્ક- કર્ક રાશિના સ્વામી ચંદ્રમા છે. જેને ભગવાન શિવે પોતાના શીશ પર ધારણ કરે છે. કર્ક રાશિના જાતકોને શિવજી હંમેશા લાભ પ્રદાન કરે છે.
કર્ક રાશિના જાતકોએ શ્રાવણ માસમાં શિવલિંગ પર જળાભિષેક જરૂર કરવો જોઇએ. સાથે જ તેમને બિલીપત્ર અર્પણ કરવા જોઇએ.
વૃશ્ચિક- શિવજીની બીજી પ્રિય રાશિ વૃશ્ચિક છે. આ રાશિના સ્વામી મંગળ છે. વૃશ્ચિક રાશિના જાતકો માટે શિવ પૂજા ખૂબજ લાભકારક છે.
તેમણે શ્રાવણ માસમાં શિવલિંગ પર બિલીપત્ર અર્પણ કરવાની સાથે મહામૃત્યુંજય મંત્રનો નિયમિત જાપ પણ કરવો જોઇએ.
મીન- શિવજીની ત્રીજી પ્રિય રાશિ મીન છે, જેના સ્વામી બૃહસ્પતિ છે. શિવજીનું નામ લેવાથી આ રાશિના જાતકોના તમામ કામ પાર પડે છે.
મીન રાશિના જાતકોએ શ્રાવણ માસમાં દરેક સોમવારનું વ્રત કરવું જોઇએ અને ગરીબોમાં ધનનું દાન જરૂર કરવું જોઇએ.