શિવલિંગ પર ચડાવેલું જળ પીવું જોઇએ કે નહીં? જાણો
હિન્દુ ધર્મમાં શિવલિંગની પૂજાનું વિશેષ મહત્વ છે. શ્રાવણમાં શિવલિંગ પર દરરોજ જળ ચડાવવામાં આવે છે.
શિવલિંગ પર જળ ચડાવવાથી ભગવાન શિવ ખૂબ જ પ્રસન્ન થાય છે અને અસીમ કૃપા વરસાવે છે.
ઘણીવાર લોકોના મનમાં સવાલ આવે છે કે આખરે શિવલિંગ પર ચડાવેલું જળ પીવું જોઇએ કે નહીં? ચાલો તમને જણાવીએ.
અભિષેકનું મહત્વ: શિવપુરાણમાં શિવલિંગ પર જળ ચડાવવાનું વિધિ-વિધાન જણાવવામાં આવ્યું છે.
શિવલિંગ પર જળ ચડાવવા માટે તાંબાના લોટામાં જળ લઇને ચડાવો.
શિવલિંગનો અભિષેક: આ સાથે જ અન્ય વસ્તુઓ જેવી કે દૂધ, ઘી વગેરે ચડાવવાનો પણ ઉલ્લેખ છે.
શિવલિંગ પર અલગ-અલગ વસ્તુઓથી અભિષેક કરવાથી અલગ-અલગ ફળોની પ્રાપ્તિ થાય છે.
શિવલિંગ પર ચડાવેલા જળની જરૂરી વાતો: શિવપુરાણમાં શિવલિંગ પર ચડાવેલા જળ વિશે ઘણી મહત્વની વાતો છે.
શિવપુરાણના વિદ્યેશ્વર સંહિતાના 22મા અધ્યાયના 18 શ્લોકમાં આ વાતનું પ્રમાણ છે .
શિવલિંગ પર ચડાવેલું જળ પીવુ: આ શ્લોકમાં જણાવવામાં આવ્યું છે કે, શિવલિંગ પર ચડાવેલું જળ પી શકાય છે.
શિવલિંગ પર અર્પિત જળને 3 વાર થોડુ-થોડુ હાથમાં ભરીને પીવું શુભ માનવામાં આવે છે.
રોગોમાંથી મુક્તિ: શિવલિંગ પર ચડેલા જળને પીવાથી રોગોથી મુક્તિ મળે છે અને નકારાત્મકતા દૂર થાય છે.
શિવલિંગ પર ચડાવેલુ જળ પીવાથી મન શાંત થાય છે અને તણાવ દૂર થાય છે.
શિવલિંગ પર ચડાવો જળ: શિવલિંગ પર ચડાવેલું જળ પીતી વખતે ધ્યાન રાખો કે તે કોઇના પગમાં ન આવે.
તે વાતનું ધ્યાન રાખો કે શિવલિંગ પર જળ ચડાવ્યા બાદ આગળના હિસ્સાથી જળ ભરીને પીવો.
શિવલિંગને સ્પર્શ ન કરો: તે વાતનું ખાસ ધ્યાન રાખો કે શિવલિંગ પર ચડાવેલું જળ પીતી વખતે શિવલિંગને સ્પર્શ કરવાનું ટાળવું જોઇએ.
Click Here
વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો
(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માહિતી પર આધારિત છે. ગુજરાતી ન્યુઝ18 આ બાબતો સાચી હોવાની પુષ્ટિ કરતુ નથી.)