શ્રાવણમાં કરોડપતિ બનાવશે આ અચૂક ઉપાય
શ્રાવણ મહિનો અને બિલીપત્ર બંને ભગવાન શિવને ખૂબ જ પ્રિય છે.
શ્રાવણના મહિનામાં બિલીપત્ર ચડાવવું સૌભાગ્યનું સૂચક માનવામાં આવે છે.
જે ઘરમાં બિલી પત્રનું વૃક્ષ વાવેલુ હોય છે તેના ઘરે વિશેષ રૂપે શિવની કૃપા રહે છે.
તેવામાં આ શ્રાવણ માસમાં તમે પણ ઘરમાં એક નિશ્ચિત સ્થાન પર બિલીપત્ર ઉગાડીને તમારી સમસ્યાઓને દૂર કરી શકો છો.
શિવપુરાણ અનુસાર ઘરમાં બિલીપત્રનો છોડ રાખવાથી વ્યક્તિના ખરાબ કર્મોનો પ્રભાવ નષ્ટ થઈ જાય છે અને અક્ષય ફળ મળે છે.
જ્યાં બિલીપત્રનો છોડ લગાવવામાં આવે છે તે સ્થાન કાશી તીર્થ જેવું પવિત્ર અને પૂજનીય સ્થળ બની જાય છે.
જો તમે તેને ઘરે બિલીપત્રના ઉપયોગ માટે ઉગાડવા માંગતા હોવ, તો તમે તેને ઘરના બગીચા અથવા કુંડામાં ઉગાડી શકો છો.
આ માટે સૌ પ્રથમ બિલીપત્રના બીજને જમીનમાં દાટી દેવા જોઈએ. આ છોડને નિયમિતપણે યોગ્ય માત્રામાં પાણી આપવું જરૂરી છે.
સૂકા બીજને જમીનમાં 2-3 ઈંચ નીચે દાટી દો. તેને પાણીની જરૂર પડશે, પરંતુ વધારે પાણી ન નાંખો.
10-12 દિવસમાં તમે જોશો કે છોડ બીજમાંથી બહાર આવવા લાગ્યો છે. જો કે, છોડને સંપૂર્ણ રીતે વધવા માટે 3-4 વર્ષ લાગી શકે છે.