હવે ઘરે બેઠા ગાયબ થશે ડાર્ક સર્કલ, ફોલો કરો આ ઘરેલું ટિપ્સ
ડાર્ક સર્કલને કારણે ચહેરાની સુંદરતા ઘટી જાય છે. વધુ પડતા ડાર્ક સર્કલના કારણે લોકોનો ચહેરો ખરાબ દેખાવા લાગે છે.
મોટાભાગના લોકો તેનાથી પરેશાન રહે છે અને ડાર્ક સર્કલ ઘટાડવા માટે મેડિકલ ટ્રીટમેન્ટનો સહારો લે છે. જો કે,તેમ છતાં કોઈ ફેરફાર થતો નથી.
જેથી આજે અમે તમને ઘરેલું નુસકા જણાવવા જઈ રહ્યા છીએ, જેનાથી તમારા આંખો નીચે આવેલા ડાર્ક સર્કલ ઓછા થઈ શકે છે.
કાચા બટાકાનો રસ લગાવો: બટેકાને કુદરતી બ્લીચિંગ એજન્ટ માનવામાં આવે છે. કારણ કે, તે આપણી ત્વચાનો રંગ નિખારવામાં મદદ કરે છે અને કાચા બટાકાને છીણીને તેનો રસ કાઢીને કોટનની મદદથી આંખોના ડાર્ક સર્કલ પર લગાવો.
MORE
NEWS...
કેળાની ખેતી કરીને ઓછા ખર્ચે મેળવો લાખોની કમાણી
સમગ્ર ગુજરાતમાં પ્રખ્યાત છે અહીંનો શ્રીખંડ...
ખેડૂતે ખેતી છોડી શરૂ કર્યું પશુપાલન, મેળવી લાખોની આવક
એલોવેરા: આપણી ત્વચા માટે ચમત્કારિક માનવામાં આવે છે. એલોવેરા જેલને આંખોની નીચે કાળા ડાઘા પર 5-7 મિનિટ સુધી સતત મસાજ કરો, તેને આખી રાત રહેવા દો અને સવારે તમારા ચહેરાને પાણીથી ધોઈ લો.
નારંગીની છાલનો પાઉંડર: સંતરાની છાલને તડકામાં સૂકવી, તેને મિક્સરમાં પીસીને પાવડર બનાવી લો અને આ પાઉંડરમાં ગુલાબજળ ઉમેરીને રોજ લગાવવાથી તમારા ડાર્ક સર્કલ હંમેશા માટે દૂર થઈ જશે.
હળદર, મધ અને કોફીની પેસ્ટ લગાવોઃ આંખોની નીચેના ડાર્ક સર્કલ દૂર કરવા માટે આ પેસ્ટ ખૂબ જ ઉપયોગી છે. ત્રણેયને સારી રીતે મિક્સ કરીને આંખોની નીચે લગાવો અને 15 મિનિટ પછી ઠંડા પાણીથી ધોઈ લો.
બદામના તેલથી માલિશ કરો: બદામના તેલમાં વિટામિન E હોય છે. જે આપણી ત્વચા માટે ખૂબ જ ફાયદાકારક છે. ડાર્ક સર્કલ માટે બદામનું તેલ સૌથી સરળ પદ્ધતિઓમાંની એક છે.
આ લેખમાં આપવામાં આવેલી માહિતી જે-તે વ્યક્તિ દ્વારા જણાવવામાં આવી છે. આવા જ અહેવાલ જોવા માટે જોડાયેલા રહો News18 Gujarati સાથે...