SEBI બહાર પાડશે નવો નિયમ, રોકાણકારોને મોજ પડી જશે

શેરબજારમાં રોકાણ કરનારા લોકો માટે ખુશખબરી છે. માર્કેટ રેગુલેટર સંસ્થા SEBIએ શેરબજારમાં સેમ-ડે-સેટલમેન્ટ લાગૂ કરવા માટે કન્સલ્ટેશન પેપર જારી કર્યા છે. 

આ વ્યવસ્થામાં રોકાણકારોને મોટો ફાયદો થશે. કારણ કે, શેર વેચ્યા બાદ તરત જ તમારા એકાઉન્ટમાં રૂપિયા આવી જશે એટલે કે પહેલાની જેમ રાહ નહીં જોવી પડે.

આ ઉપરાંત, શેર ખરીદવા પર સેમ ડેમાં શેર ડીમેટ ખાતામાં ટ્રાન્સફર થઈ જશે.

MORE  NEWS...

વિશાળ Tata ગ્રુપના ચેરમેન, AIR ઈન્ડિયા માલિક! આટલું બધું હોવા છતાય અમીરોની યાદીમાં કેમ નથી રતન ટાટાનું નામ?

જો મહિલા રેલવેમાં ટિકિટ બુક કરાવે તો મળે છે આ ખાસ સુવિધા, લગભગ કોઈને પણ નહીં હોય ખબર

IPOમાં રૂપિયા લગાવવાની જાદુઈ રીત જાણી લો, પાક્કુ શેર લાગવાથી કોઈ નહીં રોકી શકે

સિક્યોરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયાએ 2 ફેજમાં સેટલમેન્ટ (T+0) અને ઈન્સટન્સ સેટલમેન્ટનો પ્રસ્તાવ આપ્યો છે. 

SEBIએ આ પ્રસ્તાવ પર 12 જાન્યુઆરી સુધી સામાન્ય લોકોની સલાહ માંગી છે. શોર્ટ ટાઈમ સેટલમેન્ટની એ સિસ્ટમ વર્તમાન T+1 સાયકલ ઓફ સેટલમેન્ટની સાથે એક ઓપ્શન હશે.

SEBI ચીફ માધુરી પુરી બુચના અનુસાર, આગામી વર્ષ માચ 2024 સુધી ટ્રેડ સેટલમેન્ટના સમયને ઘટાડીને 1 કલાક અને પછી ઓક્ટોબર 2024 સુધી તરત જ ટ્રેડ સેટલમેન્ટ લાગૂ કરવાની દિશામાં કામ કરવામાં આવી રહ્યું છે.

T+0 સેટલમેન્ટથી તે દિવસે ખરીદારને શેર અને તે દિવસે વેચાણકર્તાને ફંડ મળી જશે. જ્યારે, ઈન્સટન્ટ સેટલમેન્ટમાં તરત શેર મળશે અને સેલર્સને ફંડ મળી જશે. 

સેબીએ T+0 લાગૂ કરવા માટે માર્ચ 2024ની સમય મર્યાદા નક્કી કરી હતી, જ્યારે ઈન્સટન્ટ સેટલમેન્ટને તેના એક વર્ષ બાદ લાવવાનું લક્ષ્ય રાખ્યું છે.

MORE  NEWS...

બચતખાતામાં આટલા રૂપિયા પડ્યા હોય તો ટેક્સ ભરવાનું ન ચૂકતા, નહીં તો ઈનકમ ટેક્સ વિભાગની જાળમાં ફસાઈ જશો

સ્માર્ટ મીટર બનાવતી કંપનીને મળ્યો 1000 કરોડનો ઓર્ડર, શેરની સ્ફૂર્તિ જોઈને ખરીદવા માંડ્યા રોકાણકારો

બેંક ખાતામાં ઝીરો બેલેન્સ પર પણ Amazon યૂઝર્સ કરી શકશે UPI પેમેન્ટ, જાણો સંપૂર્ણ પ્રક્રિયા?

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.