30 સપ્ટેમ્બર પહેલા પતાવી લેજો આ કામ

સપ્ટેમ્બર મહિને પૂરો થવામાં હવે માત્ર 2 જ સપ્તાહ બાકી છે. નવો મહિનો શરૂ થવાની સાથે ઘણા નિયમોમાં ફેરફાર આવશે. 

આ જ કારણ છે કે, સામાન્ય લોકોએ 30 સપ્ટેમ્બર પહેલા તેમના રૂપિયા, રોકાણ, અને નાણાકીય બચત સંબંધિત આ કામ પતાવવા પડશે. 

નાની બચત યોજનાઓમાં આધાર અપડેટ- SCSS, PPF, NSC અને અન્ય બચત યોજનાઓમાં આધારની જાણકારી ઉમેરવી અનિવાર્ય છે. 

SBI WeCare- વરિષ્ઠ નાગરિકો માટે એસબીઆઈ દ્વારા ચલાવવામાં આવેલા ખાસ યોજના વીકેય સ્પેશિયલ એફડી સ્કીમમાં રોકાણ કરવાની છેલ્લી તારીખ 30 સપ્ટેમ્બર છે. 

IDBI અમૃત મહોત્સવ- IDBI બેંકની સ્પેશિયલ એફડીમાં રોકાણ કરવાની મર્યાદા પણ 30 સપ્ટેમ્બરના રોજ ખત્મ થઈ રહી છે. 

2000 રૂપિયાની નોટ- RBIએ 19 મેના રોજ 2000ની નોટોને ચલણમાંથી પરત ખેંચવાની જાહેરાત કરી હતી. હવે સામાન્ય લોકોને 30 સપ્ટેમ્બર સુધી જ આ નોટ બદલાવી શકે છે. 

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.