આ હાઇવે પર મળશે અસલ કાઠિયાવાડી ભાણું, સ્વાદ એવો કે વર્ષો સુધી ભૂલશો નહીં

પોરબંદર શહેરથી 11 કિમી દૂર રંગબાઈ માતાજીના મંદિર નજીક શકિત પરોઠા હાઉસ કાઠિયાવાડી ભોજન માટે પ્રખ્યાત છે.

આ શકિત પરોઠા હાઉસ  છેલ્લા 27 વર્ષથી ચાલે છે અને  વર્ષોથી અહીં એક જ સ્વાદ જોવા મળે છે.

અહીંયા તમને બપોરે અને સાંજે બંને ટાઇમ બાજરા, જુવાર અને મકાઈના દેશી ચૂલામાં બનેલા રોટલા મળશે

સાથે સાથે સેવ-ટામેટા, ભરેલા રીંગણ, રીંગણનો ઓળો, દહીં ઓળો, ભરેલા બટાકા સહિતના શાક અને સંભારો સહિતની વસ્તુઓ મળે છે.

MORE  NEWS...

કેળાની ખેતી કરીને ઓછા ખર્ચે મેળવો લાખોની કમાણી

સમગ્ર ગુજરાતમાં પ્રખ્યાત છે અહીંનો શ્રીખંડ...

ખેડૂતે ખેતી છોડી શરૂ કર્યું પશુપાલન, મેળવી લાખોની આવક

આજે પણ અહીંયા ચૂલા પર રોટલા બનાવવામાં આવે છે.

શક્તિ પરોઠા હાઉસ ચલાવતા હરિશભાઈ પશુપાલન સાથે જોડાયેલા છે, આથી પોતાની હોટલમાં ભોજન લેવા આવતા ગ્રાહકોને ભેંસની છાશ અને દહીં પણ આપવામાં આવે છે.

 પોરબંદર અને આસપાસના લોકો તેમજ પ્રવાસીઓ અહીં કાઠિયાવાડી ભોજનનો સ્વાદ માણે છે.

સામાન્ય રીતે ભોજન બાદ લોકો સ્વીટ ખાતા હોય છે, ત્યારે શકિત પરોઠા હાઉસમાં કાઠિયાવાડી ભોજનનો સ્વાદ માણ્યા બાદ સ્વીટ પણ તમને કાઠિયાવાડી જ મળશે.

ઘી-ગોળ અને રોટલામાંથી બનેલો ચુરમો અહીં મળે છે. ભોજન બાદ તો લોકો ચુરમાનો સ્વાદ આવશ્ય માણે છે.

શક્તિ પરોઠા હાઉસનું કાઠિયાવાડી ભોજનનો સ્વાદ માણવા પોરબંદર સહિત સૌરાષ્ટ્રના અલગ અલગ વિસ્તારના લોકો આવે છે. 

આ લેખમાં આપવામાં આવેલી માહિતી જે-તે વ્યક્તિ દ્વારા જણાવવામાં આવી છે. આવા જ અહેવાલ જોવા માટે જોડાયેલા રહો News18 Gujarati સાથે...

MORE  NEWS...

ભરૂચના ખેડૂતે કરી રીંગણ પાકની સફળ ખેતી, સારો ભાવ ન મળતા જગતનો તાત ચિંતિત

ખેડૂતે અપનાવી ખેતીની આધુનિક પદ્ધતિ, મલ્ચિંગ પેપર પર ચોળીની ખેતી કરી મેળવી સારી આવક

ખેડૂતે કર્યું ગોલ્ડન જાતના ઉનાળુ મગનું વાવેતર, બમણું ઉત્પાદન મેળવવાની સેવી આશા