Shani Gochar: 2025 સુધી આ 3 રાશિઓની લોટરી!

વૈદિક જ્યોતિષ અનુસાર શનિ દેવ સૌથી ધીમી ગતિથી ચાલ ચાલતો ગ્રહ છે.

શનિદેવ આશરે એક રાશિમાંથી બીજી રાશિમાં અઢી વર્ષે બાદ ગોચર કરે છે.

તમને જણાવી દઇએ કે, શનિદેવે જાન્યુઆરી 2023માં પોતાની મૂળ ત્રિકોણ રાશિ કુંભમાં ગોચર કરી લીધું હતું.

હવે શનિ વર્ષ 2025 સુધી કુંભ રાશિમાં જ બિરાજમાન રહેશે.

2025 સુધી  કેટલીક રાશિના જાતકોનો ભાગ્યોદય થઇ શકે છે અને કરિયર-બિઝનેસમાં પ્રગતિના યોગ બની શકે છે.

વૃષભ રાશિ: શનિનું કુંભ રાશિમાં ગોચર વૃષભ રાશિના જાતકો માટે શુભ સાબિત થઇ શકે છે.

શનિદેવ પોતાની રાશિના દશમ ભાવમાં ભ્રમણ કરવા જઇ રહ્યાં છે. સાથે જ તે ભાગ્ય સ્થાનના સ્વામી પણ છે.

આ સમય તમારી આજીવિકાના ક્ષેત્રમાં વૃદ્ધિ થઇ શકે છે. સાથે જ આ દરમિયાન તમારા કરિયર ખૂબ જ સારુ રહેશે.

તમારા કાર્યક્ષેત્રમાં ખૂબ જ ઉન્નતિ હાંસેલ થશે. જો તમે કોઇ બિઝનેસ કરી રહ્યાં છો તો તમને આર્થિક ઉન્નતિ મળશે.

 નોકરિયાત લોકોનું ઇન્ક્રીમેન્ટ અને પ્રમોશન થઇ શકે છે.

 લોકોનો બિઝનેસ લોખંડ, એલ્યુમિનિયમ, ઓઇલ સાથે જોડાયેલો છે, તેમને વિશેષ લાભ થઇ શકે છે.

સિંહ રાશિ: વર્ષ 2023 સુધી શનિદેવનું કુંભ રાશિમાં રહેવું સિંહ રાશિના જાતકો માટે અનુકૂળ સિદ્ધ થશે.

આ સમયે તમારુ લગ્નજીવન સારુ રહેશે. જીવનસાથીનો સહયોગ પ્રાપ્ત થશે.  જીવનસાથીની પ્રગતિ થઇ શકે છે.

આ દરમિયાન તમને ધનલાભના યોગ પણ બની રહ્યાં છે. આ સમય તમારા માટે આર્થિક રૂપે શુભ સાબિત થશે.

 તમારી ગોચર કુંડળીમાં શનિદેવે શશ રાજયોગ બનાવ્યો છે, તેનો લાભ તમને મળશે.

તુલા રાશિ: શનિદેવનું કુંભ રાશિમાં ગોચર કરવું તુલા રાશિના લોકોને લાભપ્રદ સાબિત થઇ શકે છે.

આ સમયે તમને સંતાન સંબંધિત કોઇ શુભ સમાચાર મળી શકે છે.

આ સમયગાળામાં તમને અચાનક ધનલાભ પ્રાપ્ત થશે. તમને ભૌતિક સુખોની પ્રાપ્તિ થઇ શકે છે.

આ સમયે તમે વાહન અને પ્રોપર્ટી પણ ખરીદી શકો છો. તમને પ્રેમ-સંબંધો પણ સફળતા મળી શકે છે.

વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો

(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માહિતી પર આધારિત છે. ગુજરાતી ન્યુઝ18 આ બાબતો સાચી હોવાની પુષ્ટિ કરતુ નથી.)