શનિદેવ આ રાશિઓને બનાવશે ધનવાન
હિન્દુ ધર્મમાં શ્રાવણ મહિનાને ખૂબ જ શુભ અને મહત્વપૂર્ણ માનવામાં આવે છે.
તેવામાં આ વર્ષે શ્રાવણ માસમાં અધિકમાસ હોવાના કારણે આ મહિનો 59 દિવસનો રહેશે.
શ્રાવણ 17 ઓગસ્ટ 2023થી શરૂ થઇ રહ્યો છે અને 14 સપ્ટેમ્બર 2023 સુધી ચાલશે.
શ્રાવણ માસમાં અધિકમાસ આવવાનો સંયોગ 19 વર્ષ બાદ બની રહ્યો છે.
તેવામાં જ્યોતિષ અનુસાર પણ આ શ્રાવણ મહિનામાં એક વિશેષ સંયોગ બનવા જઇ રહ્યો છે.
ખરેખર, 30 વર્ષ બાદ શનિ શ્રાવણ મહિનામાં પોતાની રાશિ કુંભમાં રહેશે.
આવું થવાથી શ્રાવણ મહિનો ભોળેનાથની સાથે સાથે શનિદેવની કૃપા પ્રાપ્ત કરવા માટે ખાસ સમય રહેશે.
આ ઉપરાંત આખા શ્રાવણ મહિનામાં શનિદેવ 4 રાશિના જાતકો પર વિશેષ કૃપા વરસાવશે.
મેષ રાશિ: મેષ રાશિના જાતકો માટે શ્રાવણનો મહિનો શાનદાર રહેવાનો છે. આ લોકોને નોકરી-વેપારમાં તગડો લાભ મળી શકે છે.
પ્રમોશન મળી શકે છે. નવી જોબ મળી શકે છે. આ જાતકોને 31 ઓગસ્ટ સુધીના સમયમાં ખૂબ માન-પાન અને પ્રગતિ મળવાની છે.
અપરણિત જાતકોના લગ્નના યોગ બની રહ્યાં છે. અટવાયેલા કામ પાર પડશે.
મિથુન રાશિ: શ્રાવણ માસ મિથુન રાશિના જાતકો માટે લાભદાયર રહેશે. નોકરીમાં પ્રમોશન મળશે. વેપાર સારો ચાલશે. નફો વધશે.
વૈવાહિક જીવનમાં ખુશીઓ આવશે. સંતાનની પ્રગતિ થશે. તમારી કોઇ મોટી ઇચ્છા પૂરી થઇ શકે છે. અપરણિત લોકોના લગ્ન નક્કી થઇ શકે છે.
સિંહ રાશિઃ સિંહ રાશિના જાતકો માટે આ મહિનો શુભ રહેશે. શનિદેવ અને ભોલેનાથ ખૂબ પ્રગતિ કરાવશે.
તમને લાંબા સમયથી અટવાયેલું પ્રમોશન મળી શકે છે. સેલરીમાં વધારો થઈ શકે છે.
જીવનમાં સુખ-સુવિધાઓ વધશે. નવું કામ શરૂ કરી શકો છો. વિવાહિત જીવનનો તણાવ દૂર થશે.
વૃશ્ચિક રાશિઃ વૃશ્ચિક રાશિના જાતકો પર શનિની કૃપા વરસશે. તમારું સ્વાસ્થ્ય સારું રહેશે. આર્થિક સ્થિતિમાં સુધારો થશે.
નવી નોકરી મળી શકે છે. તમને ઈચ્છિત ટ્રાન્સફર, પ્રમોશન મળી શકે છે. તમારી આવકમાં વધારો થઈ શકે છે.
Click Here
વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો
અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા નિષ્ણાતની સલાહ લો. News18 ગુજરાતી આની પુષ્ટિ કરતું નથી.