19 રુપિયાના શેરમાં 6 મહિનામાં છાપ્યા 48 કરોડ, બજારના નવા બિગ બુલ બન્યા!

જ્યારે જ્યારે શેરબજારમાં લખલૂટ કમાણીની વાત આવે એટલે ઝુનઝુનવાલા અને દામાણીનું નામ આવે છે.

જોકે બદલતાં સમય સાથે બજારમાં બીજા પણ કેટલાક દિગ્ગજ રોકાણકારો આ લિસ્ટમાં જોડાઈ રહ્યા છે.

આવું જ એક નામ એટલે વિજય કેડિયા, સ્ટોક માર્કેટમાં આ નામ ખૂબ ચર્ચામાં છે.

તેમના પોર્ટફોલિયોમાં ઘણાં એવા પેની સ્ટોક્સ છે જેમણે સાવ ઓછા સમયમાં જબરજસ્ત તગડું રિટર્ન આપ્યું છે.

આવો જ એક સ્ટોક તેમના પોર્ટફોલિયોમાં છે જેણે ફક્ત 6 મહિનામાં જ 48 કરોડની કમાણી કરાવી છે.

આ શેર એટલે પટેલ એન્જીનિયરિંગનો શેર, જેમાં તેમણે 6 મહિના પહેલાં 19 રુપિયા ખરીદી કરી હતી.

આ શેર હાલમાં 55.40 રુપિયા આસપાસ ટ્રેડ થઈ રહ્યો છે. જેમાં તેમનું કુલ રોકાણ 29.58 કરોડ જેટલું કહેવાય છે.

જોકે અત્યારના ભાવ પ્રમાણે તેમના રોકાણની વેલ્યુ 78.34 કરોડ રુપિયા થઈ ગઈ છે. આમ તેમને 48.76 કરોડ રુપિયો નફો થયો છે.

આમ ફક્ત 6 મહિનામાં જ તેમણે આ એક જ શેરમાં 48 કરોડની કમાણી થઈ છે. બીજી તરફ પટેલ એન્જીનિયરિંગનો ફાઈનાન્શિયલ રેકોર્ડ સતત મજબૂત બની રહ્યો છે.

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.