30 દિવસમાં પગાર કરતા વધારે કમાણી કરાવી શકે આ શેર

ગઈકાલે 28 માર્ચના રોજ સેન્સેક્સ અને નિફ્ટી તેજીમાં બંધ થયા હતા. આ તેજીમાં સેન્સેક્સમાં 639 અંકોનો વધારો જોવા મળ્યો, જ્યારે નિફ્ટી 22,326ના સ્તરે બંધ થયો હતો. 

આ તેજીના માહોલમાં માર્કેટ એક્સપર્ટને એવા શેર મળ્યા છે, જે આવનારા 3-4 સપ્તાહમાં જ કમાણી કરાવી શકે છે. આવો જાણીએ કે, બ્રોકરેજ કયા શેરને ખરીદવાની સલાહ આપી રહ્યા છે.

JSW Energy- એક્સિસ સિક્યોરિટીઝે આ શેરને ખરીદવાની સલાહ આપી છે. તેના માટે 575-590 રૂપિયાનો ટાર્ગેટ, 470 રૂપિયાનો સ્ટોપલોસ આપવામાં આવ્યો છે. જ્યારે, 500-510 રૂપિયાના ભાવ પર તેને ખરીદી શકાય છે. 

MORE  NEWS...

રેખા ઝુનઝુનવાલાના પોર્ટફોલિયોમાં મોટો ફેરફાર, જાણો કયા શેર ખરીદ્યા અને શેમાં વેચાણ કર્યું?

ધરતી પરની સૌથી અમીર મહિલા, કેવી રીતે બની 1200 કરોડની માલિક? હકીકત જાણીને ચોંકી ઉઠશો

કોઈ ગમે તેટલું કહે પણ આ 4 શેર્સને કદી ન ખરીદતા, શેરબજારમાં મોટા નુકસાનથી બચી જશો

Coal India- આનંદ રાઠી શેર અને સ્ટોક બ્રોકર્સમાં ઈક્વિટી રિસર્ચના સીનિયર મેનેજર જિગર એસ પટેલે કોલ ઈન્ડિયાને ખરીદવાની સલાહ આપી છે. 

કોલ ઈન્ડિયા માટે 465 રૂપિયાનો ટાર્ગેટ આપવામાં આવ્યો છે. સાથે જ 408 રૂપિયા પર સ્ટોપ લોસ લગાવવા માટે કહેવામાં આવ્યું છે. તેને 410થી 420 રૂપિયાની વચ્ચે ખરીદવાની સલાહ આપવામાં આવી છે.

Power Grid Corporation Of india- પ્રભુદાસ લીલાધરના ટેક્નિકલ રિસર્ચ એનાલિસ્ટ શિજૂ કૂથિપાલક્કલે Power Grid Corporation Of indiaને ખરીદવાની સલાહ આપી છે.  

તેની સાથે જ તેના માટે 307 રૂપિયાનો ટાર્ગેટ નક્કી કરવામાં આવ્યો છે અને 257 રૂપિયા પર સ્ટોપ લોસ લગાવવા માટે કહેવામાં આવ્યું છે. આમાં 11 ટકાનો ઉછાળો આવવાની શક્યતા છે.

MORE  NEWS...

દુનિયાના સૌથી મોટા દાનવીર એક ભારતીય, પૂરા 102 બિલિયન ડોલરનું દાન કર્યું; નામ જાણશો તો છાતી પહોળી થઈ જશે

બીજુ કંઈ નહીં પણ કવર જ ઘટાડી દે છે તમારા સ્માર્ટફોનનું આયુષ્ય, આ આર્ટિકલ વાંચશો તો આજે જ કવર કાંઢી ફેંકી દેશો

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.