શ્રાવણમાં લીલી બંગડીનું શું છે મહત્વ?

શ્રાવણ એ વ્રતનો મહિનો છે અને આ પવિત્ર માસમાં લીલી બંગડીઓનું ખૂબ જ મહત્વ છે.

ડોમ્બિવલીના ગુરુજી પ્રદીપ જોશીએ આ બંગડીનું આધ્યાત્મિક મહત્વ જણાવી રહ્યા છે.

લીલો રંગ સૃષ્ટિનું પ્રતિક છે અને શ્રાવણ માસમાં વરસાદની ઋતુ શરૂ થતાં પ્રકૃતિ હરિયાળી બની જાય છે.

આ લીલો રંગ સૃષ્ટિ અને દ્રષ્ટિ માટે ખુશીઓ લાવે છે.  ઉત્તર ભારતમાં તૃતીયાથી હિંડોળા ઉત્સવ શરૂ થાય છે.

આ હિંડોળા ઉત્સવને દેવી પાર્વતીનો ઉત્સવ માનવામાં આવે છે. આ તહેવારમાં માતા પાર્વતીને પ્રાકૃતિક ફૂલો, ફળો અને પાંદડાઓથી શણગારવામાં આવે છે.

જયારે માતા પાર્વતીને પલંગ પર બેસાડવામાં આવે છે તેને હિંડોળા ઉત્સવ કહેવાય છે.

આ પ્રથા ઉત્તર ભારતની છે. માતા પાર્વતીની પૂજા સમયે, લીલા રંગની બંગડીઓ સૌભાગ્યની નિશાની તરીકે પહેરવામાં આવે છે.

લીલો રંગ બુધ ગ્રહનું પ્રતીક છે. આથી બુધનો સ્ટોન નીલમણિ પણ લીલા રંગનો હોય છે.

કાચ રેતીમાંથી બનાવવામાં આવે છે. રેતી એ સૃષ્ટિનું પ્રતિક છે તેથી કાચની બંગડીઓનું મહત્વ વધી જાય છે.

બંગડી પહેર્યા પછી તેની હિલચાલ રક્ત પરિભ્રમણને સુધારે છે.

વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો

(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માહિતી પર આધારિત છે. ગુજરાતી ન્યુઝ18 આ બાબતો સાચી હોવાની પુષ્ટિ કરતુ નથી.)