શ્રાવણમાં આ વસ્તુઓથી કરો રુદ્રાભિષેક, પુરી થશે દરેક ઈચ્છા
રુદ્રાભિષેક ભગવાન શિવને પ્રસન્ન કરવાનો શ્રેષ્ઠ ઉપાય માનવામાં આવે છે.
શ્રાવણ મહિનામાં ભગવાન શિવનો રુદ્રાભિષેક કરવો ખૂબ જ શુભ માનવામાં આવે છે.
શિવલિંગ પર મંત્રોના જાપ સાથે વિશેષ વસ્તુઓ અર્પિત કરવાને રૂદ્રાભિષેક કહેવાય છે.
રૂદ્રાભિષેક કરવા માટે શાસ્ત્રોમાં કેટલીક વાતો જણાવવામાં આવી છે. જે પણ રૂદ્રાભિષેક કરે છે તેની મનોકામનાઓ પૂર્ણ થાય છે.
શેરડીના રસથી ભગવાન શિવનો અભિષેક કરવાથી ગંભીર બીમારીમાંથી રાહત મળે છે. તેમજ દરેક મનોકામના પૂર્ણ થાય છે.
દૂધમાં સાકર ભેળવીને ભગવાન શિવનો અભિષેક કરવાથી વ્યક્તિની બુદ્ધિ તેજ બને છે. જેના કારણે તેને દરેક કામમાં સફળતા મળે છે.
સરસવના તેલથી ભગવાન શિવનો અભિષેક કરવાથી શનિદેવના અશુભ પ્રભાવથી મુક્તિ મળે છે.
ભગવાન શિવને ભસ્મનો અભિષેક કરવાથી વ્યક્તિને મુક્તિ અને મોક્ષ મળે છે.
શાસ્ત્રો અનુસાર ભગવાન શિવને ઘીનો અભિષેક કરવાથી વંશમાં
વૃદ્ધિ થાય છે. તેની સાથે સંતાન સુખની પ્રાપ્તિ પણ થાય છે.
ભગવાન શિવને મધનો અભિષેક કરવાથી જૂના રોગોથી મુક્તિ મળે છે અને વ્યક્તિ સ્વસ્થ જીવન જીવે છે.
ગાયના દૂધથી ભગવાન શિવનો અભિષેક
કરવાથી
સ્વાસ્થ્ય મળે છે.
શુક્લ પક્ષની બીજી અને નવમી, કૃષ્ણ પક્ષની પ્રતિપદા, અષ્ટમી અને અમાસ રુદ્રાભિષેક કરવા માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે.
કૃષ્ણ પક્ષની ચતુર્થી અને એકાદશી, શુક્લ પક્ષની પંચમી અને દ્વાદશી તિથિએ રુદ્રાભિષેક માટે શુભ છે.
Click Here
વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો
(નોંધ: આ આપવામાં આવેલી માહિતી જ્યોતિષીય ગણનાઓ પર આધારિત છે, ન્યૂઝ18 અહીં આપેલા અંદાજિત તથ્યોની પુષ્ટિ કરતું નથી. પાલન કરતા પહેલા સબંધિત નિષ્ણાંતોની સલાહ લો.)