હેં! બર્ગર-પિઝા એ પણ ફરાળી! અમદાવાદીઓ શોધતા આવે એવો ચટાકો
સામાન્ય રીતે, લોકો સાંજના સમયે ખાણી-પીણીમાં વ્યસ્ત રહેવા માટે અમદાવાદના પ્રખ્યાત સ્થાનની મુલાકાત લે છે.
અમદાવાદના અનેક સ્થળે લોકો મોડી રાત સુધી ખાણી-પીણીના વ્યવસાય ચાલતા હોય છે.
અમદાવાદના લોકો તેમની ખાવાની ઇચ્છાઓને સંતોષવા માટે આ સ્થળે અવારનવાર આવતા હોય છે.
શ્રાવણ મહિનો શરૂ થશે અને લોકો ઉપવાસના કારણે ફરાળી ખોરાકની શોધ કરતા હોય છે.
હાલ, અમદાવાદમાં હવે રાજગરાના લોટથી બનાવેલ ફરાળી બર્ગર મળે છે.
હવે તમે ઉપવાસ તોડ્યા વગર બર્ગરનો આનંદ માણી શકો છો.
અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં આવેલો વૈભવ ફાસ્ટ ફૂડ જે બર્ગર માટે જાણીતું છે.
તેમના માલિક અક્ષય પટેલે જણાવ્યું કે, તેઓ સાત વર્ષથી ફાસ્ટ ફૂડનો ધંધો ચલાવી રહ્યા છે.
તેમને કંઈક નવું કરવાની ઈચ્છા હતી અને તેઓ નવા વિકલ્પો શોધી રહ્યા હતા.
તેજ સમયે તેમના મિત્ર દ્વારા ફરાળી બર્ગર શરૂ કરવાનો વિકલ્પ જણાવ્યો હતો.
મિત્રની વાત માની અક્ષય પટેલે પોતોના ફૂડ મેનુમાં ફરારી બર્ગરનો ઉમેરો કર્યો હતો.
તેમના મિત્રએ રાજગરાના લોટનો ફરાળી બર્ગર બનાવવાનો સફળ પ્રયોગ કર્યો હતો.
આ ફરાળી બર્ગર શુદ્ધ રાજગરાના લોટથી બનેલું છે. અને ઉપવાસમાં સંપૂર્ણ રીતે ખાઈ શકાય.
બર્ગરમાં સાબુદાણા ટીકીનો નાખે છે અને બર્ગરમાં એવું કંઈ નથી કે જે ઉપવાસના નિયમોનો ભંગ કરે છે.
તેઓ ફરાળી બર્ગરના સાથે સાથે ફરાળી ભેળ અને ફરાળી પીઝા પણ વેચી રહ્યા છે.
વરસાદની સીઝનમાં લોખંડની બારી, દરવાજાને પાણીથી સાફ ન કરો નહીંતર વધારે કાટ લાગી શકે છે.
પિઝાનો રોટલો સંપૂર્ણપણે રાજગરાના લોટમાંથી બનાવવામાં આવ્યો છે. તેની કિંમત પણ એકદમ વ્યાજબી છે.
સાથે ફરાળી કોમબો પણ અહીં મળે છે. અમદાવાદમાં અન્ય કોઈ પણ જગ્યાએ આવો ફરારી બર્ગર ઉપલબ્ધ નથી.
વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો
Click Here...