ધોનીનો રેકોર્ડ ન તોડી શક્યો શુભમન ગિલ,  આ બાબતમાં બીજા સ્થાને

શુભમન ગિલ ભારતનો ઉભરતો ક્રિકેટર છે. જેને પ્રેમથી ફેન્સ પ્રિન્સ પણ કહે છે.

ગિલ વનડે રેન્કિંગમાં નંબર વન પર પહોંચી ગયો છે.

તેણે બાબર આઝમને ODI રેન્કિંગમાં પાછળ છોડી દીધો છે.

શુભમન ગિલને 830 રેટિંગ પોઈન્ટ્સ મળ્યા છે.

બાબર આઝમ 824 રેટિંગ પોઈન્ટ સાથે બીજા સ્થાને છે.

ગીલે 41 ઇનિંગ્સમાં નંબર વન રેન્કિંગ હાંસલ કર્યું હતું.

મહેન્દ્ર સિંહ ધોની 38 ઇનિંગ્સમાં જ નંબર વન પર પહોંચ્યો હતો.

શુભમન ગિલ નંબર વન પર પહોંચનાર ચોથો ભારતીય છે.

ગિલે 2023માં જ અત્યાર સુધીમાં 7 આંતરરાષ્ટ્રીય સદી ફટકારી છે.