ભોળાનાથને ભસ્મ અર્પણ કરવાથી તમામ દુઃખ થશે દૂર

હિન્દુ ધર્મમાં શ્રાવણ માસમાં ભોળાનાથની ભક્તિથી મોક્ષ પ્રાપ્ત થાય છે. 

ત્યારે, દેવાધિદેવ મહાદેવની પૂજા કરતી વખતે ભસ્મ ચડાવવામાં આવે છે.

ભગવાન શિવજી પર ભસ્મ ચડાવવાની પાછળ એક માન્યતા રહેલી છે.

ભસ્મ એ કોઈપણ વસ્તુનું અંતિમ સ્વરુપ માનવામાં આવે છે.

શાસ્ત્રોમાં કહેવામાં આવે છે કે, મહાદેવને ભસ્મ ખૂબ જ પ્રિય છે.

ભગવાન શિવને ભસ્મ અર્પણ કરવાથી તે જલ્દી પ્રસન્ન થાય છે અને ભક્તોના દુઃખ દૂર કરે છે. 

શિવલિંગ પર મહિલાઓ માટે ભસ્મ ચઢાવવાને અશુભ માનવામાં આવે છે. 

ભસ્મ શરીરના રોમ છિદ્રોને બંધ કરી દે છે. 

તેથી તેને શરીર ઉપર લગાવવાથી ગરમીમાં ગરમી અને ઠંડીમાં ઠંડી નથી લાગતી.

આ સિવાય તે ત્વચા સંબંધી રોગોમાં પણ દવાનું કામ કરે છે. 

ઘણા લોકો ભાલમાં ભ્રુકુટિના મધ્ય ભાગથી લઈ કપાળના છેડા સુધી ત્રિપુંડ કરતા હોય છે.

કારણ કે તે મનને શાંત રાખે છે અને સારા વિચારો ઉત્પન્ન કરે છે.

વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો