જો હ્રદયના ધબકારા એકદમથી વધી જાય તો...? 

મહિલાઓમાં શારીરિક શક્તિ અને રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે આયર્ન ખૂબ જ જરૂરી છે. જો તમારામાં આયર્નની ઉણપ છે તો તમે આ માહિતી તમારા માટે છે.

પુરુષો કરતાં સ્ત્રીઓ આયર્નની ઉણપથી વધુ પીડાય છે. તેથી સ્ત્રીઓમાં હિમોગ્લોબિનનું પ્રમાણ હંમેશા ઓછું હોય છે. મહિલાઓમાં શારીરિક શક્તિ અને રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે આયર્ન ખૂબ જ જરૂરી છે

થાક: આ એક ખૂબ જ સામાન્ય લક્ષણ છે. જ્યારે શરીરની ઉર્જા ઓછી થાય છે, ત્યારે થાકની લાગણી થાય છે અને આળસ થાય છે

જો તમે થાકી ગયા છો, તો તમે કોઈ કામ કરી શકશો નહીં. તમે ગમે તેટલો પ્રયત્ન કરો, શરીર તમને સહકાર આપશે નહીં. તેનું મુખ્ય કારણ શરીરમાં આયર્નની ઉણપ છે

 જો તમારી સ્કીન ડેડ થઈ ગઈ છે અથવા પીળી પડી ગઈ છે. તો તે આયર્નની ઉણપને કારણે હોઈ શકે છે. જો રક્ત પરિભ્રમણ વિના મોંની અંદરનો ભાગ સફેદ હોય, હોઠ અને નખ સફેદ હોય તો તે આયર્નની ઉણપને કારણે છે.

શ્વાસની તકલીફઃ જો તમને કેટલીક સરળ પ્રવૃત્તિઓ જેમ કે સીડી ચડવું, ચાલવું વગેરે પછી પણ શ્વાસ લેવામાં તકલીફ થતી હોય તો તેને અવગણશો નહીં. તે આયર્નની ઉણપનો સંકેત પણ હોઈ શકે છે

હૃદયના ધબકારા વધ્યા: જો હૃદયના ધબકારા સામાન્ય કરતા અચાનક ઝડપી હોય, તો તે આયર્નની ઉણપને કારણે છે.

જો તમે એક જગ્યાએ બેસો છો અને તરત જ પગમાં ખાલી ચઢી જાય છે. તો તે આર્યનની ઉણપ દર્શાવે છે

જો તમને વારંવાર આ થતું હોય તો તે સામાન્ય નથી. તેનું કારણ એ છે કે તમારા શરીરમાં આયર્નનો અભાવ છે

વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો

(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માહિતી પર આધારિત છે. ન્યુઝ18 ગુજરાતી આ બાબતોની પુષ્ટિ કરતુ નથી.)