2007 અને 2024ના વર્લ્ડ કપ વચ્ચે આ બાબતો એક સમાન

ભારતે 2007માં પહેલો T20I વર્લ્ડ કપ અને બીજો 2024માં જીત્યો હતો.

ભારતે પ્રથમ બેટિંગ કરીને બંને ફાઈનલ જીતી હતી.

ભારતીય ટીમે બંને ફાઇનલમાં 150+ સ્કોર કર્યો હતો.

બંને ફાઇનલમાં, ભારત તરફથી એક-એક ઓપનરે 70+ રન બનાવ્યા હતા.

ગંભીરે 2007માં 75 રન અને કોહલીએ 2024માં 76 રન બનાવ્યા હતા.

બંને ફાઇનલમાં ભારતનો સ્કોર 13 ઓવર પછી 98 રન હતો.

બંને ફાઈનલમાં કોઈપણ ટીમ માટે 20મી ઓવર સુધી જીતની તક હતી.

બંને ફાઇનલમાં 'હિટમેન' રોહિત શર્મા રમી રહ્યો હતો.

બંને વખતે ટીમ ઈન્ડિયાની વિજયયાત્રા મુંબઈમાં યોજાઈ.