જૂના સોફા નવા જેવા ચમકશે, એકપણ રૂપિયો ખર્ચ્યા વિના મિનિટોમાં કરો સાફ

સોફાના ડાઘ અને ગંદકીને સાફ કરવા ખૂબ જ મુશ્કેલ કામ હોય છે. 

સામાન્ય રીતે તેમને સાફ કરવા માટે ડ્રાય ક્લીનની જરૂર પડે છે. જો કે તેમાં ખર્ચ વધુ થાય છે. 

અમે તમને કેટલિક સિંપલ રીત જણાવી રહ્યાં છીએ જેની મદદથી તમે સોફાને ડ્રાય ક્લીન કર્યા વિના નવા જેવા ચમકાવી શકો છો. 

સૌથી પહેલા સોફાના કુશન હટાવો અને કોટનના કપડાથી સોફાને ઘસીને સાફ કરી લો. તેનાથી સોફા પર જમા ધૂળ સાફ થઇ જશે. 

હવે તમે એક વાસણમાં એક લીટર નોર્મલ કે ઠંડુ પાણી લો. તેમાં એક ચમચી માઇલ્ડ શેમ્પૂ કે બેબી શેમ્પૂ નાંખીને સારી રીતે મિક્સ કરી દો.

MORE  NEWS...

કબજિયાતથી કંટાળ્યા છો? રાતે આ વસ્તુ ખાઇ લો, સવારે એક ઝાટકે પેટ સાફ થઇ જશે

શરદી-ઉધરસ પીછો નથી છોડતાં? શેકેલા આદુનું આ રીતે કરો સેવન, તરત મળશે રાહત

ઘરમાં એકપણ વંદા-ગરોળી કે મચ્છર નહીં દેખાય, આ નકામી વસ્તુથી બનાવો સ્પ્રે

હવે તેમાં એક ચમચી લીંબુનો રસ નાંખીને મિક્સ કરો. તેમાં વિનેગર પણ નાંખી શકાય છે. 

જો તમારા સોફાનું કપડું સિંથેટિક છે તો તમે સ્પંજ લો અને જો સોફાનું ફેબ્રિક જાડુ હોય તો સ્કોચ બ્રશ યુઝ કરો.

સ્પોન્જને મિશ્રણમાં ડુબાડીને હળવા હાથે નીચોવી લો અને હેન્ડલ, હેડ એરિયા વગેરેને વાઇપ કરો.

જો વધારે ડાઘ હોય તો બેથી ત્રણ વાર સાફ કરો. હવે સાફ પાણીમાં નેપકિન કે કોટનનો ટુવાલ ડુબોડો, તેને નીચોવીને સોફાને વાઇપ કરો.

જ્યાં સુધી સોફા સુકાય નહીં ત્યાં સુધી તેને તડકામાં કે ફેન નીચે રાખો. તમારા સોફા બિલકુલ નવા જેવા ચમકશે. 

MORE  NEWS...

મોંઘા ફર્નિચરને ઉધઈ ખરાબ કરે તે પહેલા આ વસ્તુ છાંટી દો, તરત સફાયો થઇ જશે

પથરી હોય તો ભૂલથી પણ ન ખાતા આ વસ્તુઓ, નહીંતર સીધા હોસ્પિટલ દોડવું પડશે

રસ્તા પર ઉગતા આ ઝાડના પાનને પાણીમાં ઉકાળીને પીવો, કિડનની ગંદકી થઇ જશે સાફ