લીંબુની છાલમાં વિટામિન સી હોય છે જે ત્વચાને ચમકદાર બનાવે છે.
તે ડાર્ક સ્પોટ્સ અને પિગમેન્ટેશન ઘટાડે છે.
એન્ટીઑકિસડન્ટ્સથી ભરપૂર સંતરાની છાલ છિદ્રોને સાફ કરે છે અને ખીલ થતાં અટકાવે છે.
આ ખાટા ફળની છાલ તમારી સ્કિનને ફ્રેશ રાખે છે.
કેળાની છાલ મોઇશ્ચરાઇઝિંગ પોષક તત્વોથી ભરપૂર હોય છે.
તે સ્કિનને સોફ્ટ બનાવે છે અને ડ્રાયનેસ અને બળતરા ઘટાડે છે.
પપૈયાની છાલમાં રહેલા એન્ઝાઇમ સ્કિનને ડેડ સેલ્સને એક્સફોલિયેટ કરે છે.
લાંબા સમય સુધી તેના ઉપયોગથી સ્કિન ફ્રેશ અને યંગ રહે છે.
સફરજનની છાલ ત્વચાને વિટામિન A અને C પ્રદાન કરે છે.
તે ત્વચાની સ્થિતિસ્થાપકતા જાળવવામાં મદદ કરે છે અને વૃદ્ધત્વની અસર ઘટાડે છે.