સડસડાટ ઘટશે વજન! આજથી જ પીવા લાગો આ અનાજનું પાણી

શરીરના વજનમાં વધારો થવાના ઘણા કારણો છે. જેમાંથી એક ફિઝિકલી એક્ટિવ ન રહેવું અને બીજું છે જરૂરિયાત કરતાં વધુ કેલરીનું સેવન.

જ્યારે તમે ફેટ અને કેલરીવાળી ફૂડ આઇટમ્સનું સેવન કરો છો અને તમારી ફિઝિકલ એક્ટિવિટી ઓછી હોય છે, તો તે તમારું વજન વધારી શકે છે.

જો તમારા શરીરમાં ફેટ જમા થઈ ગયું હોય તો તમે માત્ર એક વસ્તુ બદલીને તેનાથી છુટકારો મેળવી શકો છો અને તે છે તમારી ડાયેટ.

રાઇસ-જેમ્પિક સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહ્યું છે કારણ કે તે એક જબરદસ્ત વેટ લોસ ડ્રિંક છે.

MORE  NEWS...

વરસાદમાં મળતું આ ફળ છે દવાઓનો બાપ, શરીરની નસેનસમાં ભરી દેશે તાકાત

કેરીની ગોટલી સફેદ વાળને બનાવશે કાળા, આ વસ્તુ સાથે મિક્સ કરીને લગાવો

લીંબુ જલ્દી બગડી જાય છે? બસ આટલું કરો, મહિનાઓ સુધી રહેશે એકદમ તાજા

આજે અમે તમને જણાવીએ કે રાઇસ-જેમ્પિક શું છે અને તમારે તેને વજન ઘટાડવા માટે ટ્રાય કરવું જોઇએ કે નહીં.

ઓટજેમ્પિકની જેમ જ રાઇસ-જેમ્પિકને પણ વેટ લોસ ડ્રિંક માનવામાં આવે છે. તે સ્ટાર્ચયુક્ત ચોખાનું પાણી છે. જે ચોખાને પલાળ્યા બાદ પ્રાપ્ત થાય છે. 

વિશેષજ્ઞ ચોખાનું પાણી પીવાની સલાહ આપે છે કારણ કે તે ભૂખ ઓછી કરવાનું, પાચનમાં સુધાર કરવાનું અને મિનિમમ કેલરી સાથે જરૂરી પોષક તત્ત્વ પ્રદાન કરવામાં મદદ કરે છે. 

ચોખાના પાણીમાં વિટામિન બી, પોટેશિયમ અને મેગ્નેશિયમ જેવા વિટામિન્સ અને મિનરલ્સ હોય છે, જે ઓવરઓલ હેલ્થ માટે જરૂરી છે અને હેલ્ધી ડાયેટને વધારવામાં મદદ કરે છે.

3-4 કપ રાંધેલા ચોખા માટે, પાણી ઉકાળો અને તેમાં મુઠ્ઠીભર ચોખા ઉમેરો. જ્યારે ચોખા અડધા ચડી જાય ત્યારે તેને ગાળીને પાણી કાઢી લો. પછી આ પાણીમાં મીઠું અને કાળા મરી નાખીને તેનું સેવન કરો.

બપોરે જમો તેના એક કલાક પહેલા કે પછી નવશેકા ચોખાનું પાણી પીવું. કારણ કે તે શરીરના કેલરી લેવલને ઘણી હદ સુધી ઘટાડે છે. જે વજન ઘટાડવામાં ઘણી મદદ કરે છે.

ચોખાનું પાણી આપણી ત્વચાને ગોરી, કોમળ અને એક સમાન બનાવવામાં પણ મદદ કરે છે. હેર કેરની વાત કરીએ તો તે ડેન્ડ્રફથી બચાવે છે.

MORE  NEWS...

લોખંડની કડાઇમાં આ ફૂલથી બનાવો નેચરલ હેર ડાય, સફેદ વાળ થઇ જશે કાળા ભમ્મર

ફર્નિચર અને દીવાલોને ધૂળમાં ફેરવી દેશે ઉધઈ, આ વસ્તુ છાંટી દો, થઇ જશે સફાયો

હોમમેડ નાઇટ ક્રીમ એક રાતમાં બતાવશે અસર, ગાયબ કરી દેશે ચહેરાની કરચલીઓ

અહીં જણાવેલા સૂચન તમામ લોકો માટે અલગ-અલગ હોઇ શકે છે. તેથી કોઇ હેલ્થ એક્સપર્ટની સલાહ લીધા બાદ જ અજમાવો.