સોમવતી અમાવસ્યા પર કરો આ ઉપાય, થઇ જશો માલામાલ
શ્રાવણ માસમાં આવતી અમાવસ્યાને શ્રાવણી અમાવસ્યા કે હ
રિ
યાળી અમાવસ્યા કહેવામાં આવે છે.
આ દિવસે પિતૃઓની શાંતિ માટે પિંડાદાન અને દાન-ધર્મ કરવાનું વિશેષ મહત્વ
છે.
આ દિવસે કરવામાં આવેલા કેટલાંક ઉપાય તમારા જીવનમાં બદલાવ લાવી શકે છે.
પિતૃ દોષમાંથી મુક્તિ: સોમવતી અમાવસ્યાનો દિવસ પિતૃ દોષમાંથી મુક્તિ મેળવવા માટે ઉત્તમ દિવસ માનવામાં આવે છે.
આ દિવસે તમે કટલાંક સરળ ઉપાયો દ્વારા પિતૃઓને પ્રસન્ન કરી શકો છો. આ વર્ષે આ અમાસ 17 જુલાઇએ છે.
શિવજીની કરો પૂજા: સવારે વહેલા ઉઠીને કોઇ નદી, તળાવ કે કુંડમાં સ્નાન કરો.
સૂર્યદેવને અર્ધ્ય આપ્યા બાદ પિતૃઓનું તર્પણ કરો અને શિવજીની પૂજા કરો. શિવ ગાયત્રી મંત્રનો 108 વાર જાપ કરો.
શિવ ગાયત્રી મંત્રનો જાપ: આ શિવ ગાયત્રી મંત્રનો જાપ કરવાથી શિવ કૃપા પ્રાપ્ત થાય છે અને પિતૃ દોષમાંથી મુક્તિ મળે છે.
'ઓમ તત્પુરુષાય વિદ્મહે મહાદેવાય ચ ધીમહિ તન્નો રુદ્ર: પ્રચોદયાત' આ મંત્રનો જાપ કરો.
દાન કરો: આ દિવસે પિતૃઓની આત્માની શાંતિ માટે ઉપવાસ કરો અને કોઇ ગરીબ વ્યક્તિને દાન-દક્ષિણા આપો.
વૃક્ષારોપણ કરો: આ દિવસે પીપળા, વડ, કેળ, લીંબુ, તુલસી વગેરેનું વૃક્ષારોપણ શુભ માનવામાં આવે છે. આ વૃક્ષોમાં દેવતાઓનો વાસ માનવામાં આવે છે.
પીપળાના વૃક્ષની પરિક્રમા: પીપળાના વૃક્ષની પરિક્રમા કરતા ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરો.
પીપળાના વૃક્ષની 108 વાર પરિક્રમા કરો. તેનાથી પિતૃ દોષ દૂર થાય છે અને પિતૃઓ પ્રસન્ન થાય છે.
માછલીઓને લોટની ગોળી ખવડાવો: કોઇ નદી કે તળાવ પર જઇને માછલીઓને લોટની ગોળીઓ ખવડાવો.
આ ઉપાય કરવાથી પિતૃઓની કૃપાથી જીવનમાં સુખ-સમૃદ્ધિ આવે છે.
Click Here
વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો
(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માહિતી પર આધારિત છે. ગુજરાતી ન્યુઝ18 આ બાબતો સાચી હોવાની પુષ્ટિ કરતુ નથી.)