બજાર કરતા સસ્તા ભાવે શેર ખરીદવાનો મોકો

બજારમાં ઉતાર-ચઢાવની વચ્ચે ગુરુવારે પ્રાઈવેટ સેક્ટરની સાથે સાઉથ ઈન્ડિયન બેંક લિમિટેડના શેર પણ ભારે ડિમાન્ડમાં હતા. 

તેની સાથે જ બેંકિંગ શેરે 2 ફેબ્રુઆરીના રોજ 40.16 રૂપિયાની તેની રેકોર્ડ હાઈ સુધી પહોંચી ગયા હતા. એક વર્ષમાં શેરમાં 114.41 ટકાનો વધારો જોવા મળ્યો છે અને ગત 2 વર્ષોમાં 334.84 ટકા વધ્યા છે.

બેંકે રાઈટ્સ ઈશ્યૂ દ્વારા 1151 કરોડ રૂપિયા એકત્રિત કરવાની યોજના બનાવી છે. શરતો અનુસાર, બેંકો પૂરી રીતે ચૂકવણીના આધાર પર 52.31 કરોડના રાઈટ શેર બહાર પાડશે.

MORE  NEWS...

રેખા ઝુનઝુનવાલાના પોર્ટફોલિયોમાં મોટો ફેરફાર, જાણો કયા શેર ખરીદ્યા અને શેમાં વેચાણ કર્યું?

ધરતી પરની સૌથી અમીર મહિલા, કેવી રીતે બની 1200 કરોડની માલિક? હકીકત જાણીને ચોંકી ઉઠશો

કોઈ ગમે તેટલું કહે પણ આ 4 શેર્સને કદી ન ખરીદતા, શેરબજારમાં મોટા નુકસાનથી બચી જશો

રાઈટ્સ ઈશ્યૂમાં 22 રૂપિયા પ્રતિ શેરની કિંમત નક્કી કરવામાં આવી છે. જે શુક્રવારના ક્લોઝિંગ ભાવથી 36 ટકા જેટલી ઓછી છે. રાઈટ્સ ઈશ્યૂ 6 માર્ચથી 20 માર્ચ 2024 સુધી ખુલ્લું રહેશે.

રાઈટ્સ ઈશ્યૂ માટે 27 ફેબ્રુઆરી 2024ને રેકોર્ડ ડેટ તરીકે નક્કી કરવામાં આવી છે. સાઉથ ઈન્ડિયન બેંકના શેરધારક તેમની પાસે ઉપલબ્ધ પ્રત્યેક 4 શેરોમાંથી એક રાઈટ શેર પ્રાપ્ત કરવા માટે પાત્ર હશે.

જાણકારી અનુસાર, ઈશ્યૂ દ્વારા કંપની તેના રોકાણકારો પાસેથી ફંડ એકત્રિત કરે છે. તેના માટે કંપની પોતાના શેરનો ડિસ્કાઉન્ટ પર વેચે છે.  

ડિસેમ્બર ક્વાટરમાં સાઉથ ઈન્ડિયન બેંકનો ચોખ્ખો નફો 305.36 કરોડ રૂપિયા રહ્યો છે, જે એક વર્ષ પહેલા 102. 75 કરોડ રૂપિયાથી 197 ટકા વધારે છે. 

MORE  NEWS...

દુનિયાના સૌથી મોટા દાનવીર એક ભારતીય, પૂરા 102 બિલિયન ડોલરનું દાન કર્યું; નામ જાણશો તો છાતી પહોળી થઈ જશે

બીજુ કંઈ નહીં પણ કવર જ ઘટાડી દે છે તમારા સ્માર્ટફોનનું આયુષ્ય, આ આર્ટિકલ વાંચશો તો આજે જ કવર કાંઢી ફેંકી દેશો

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.