‘બાળક પેદા કરો અને 62 લાખ રૂપિયા લઈ જાઓ’, કંપનીએ આપી ખાસ ઓફર

વિશ્વના દરેક દેશમાં પોતાની સમસ્યાઓ છે. ઘણા દેશો આર્થિક સંકટમાં ઘેરાઇ ચૂક્યા છે તો ઘણા દેશોમાં ઓછા સંસાધનો સામે વધતી વસ્તીથી પરેશાન છે

જોકે, અમુક એવા દેશો પણ છે જે સતત ઘટતા જન્મદરથી પરેશાન છે અને ત્યાંની સરકાર બાળકો પેદા કરવા લોકોને પ્રેરિત કરવા વિચિત્ર સ્કિમ્સ લાવી રહી છે. આવો જ એક દેશ છે દક્ષિણ કોરિયા. 

અહીંના લોકો બાળકો પેદા કરવાથી સતત દૂર ભાગી રહ્યા છે. તેથી અહીંની એક કંસ્ટ્રક્શન કંપનીએ લોકોને ખૂબ જ અચંબિત અને આકર્ષિત કરતી ઓફર આપી છે.

MORE  NEWS...

દુનિયાના સૌથી મોટા દાનવીર એક ભારતીય, પૂરા 102 બિલિયન ડોલરનું દાન કર્યું; નામ જાણશો તો છાતી પહોળી થઈ જશે

બીજુ કંઈ નહીં પણ કવર જ ઘટાડી દે છે તમારા સ્માર્ટફોનનું આયુષ્ય, આ આર્ટિકલ વાંચશો તો આજે જ કવર કાંઢી ફેંકી દેશો

The Booyoung Group નામની દક્ષિણ કોરિયાઇ કંપની હાલ ખૂબ જ ચર્ચાઓ વહોરી રહી છે. કારણ કે આ કંપની પોતાના કર્મચારીઓને બાળકો પેદા કરવા માટે ઇનામ તરીકે પૈસા ઓફર કરી રહી છે. 

રસપ્રદ વાત એ છે કે માત્ર એક જ વખત બાળક પેદા કરવા માટે આ ઓફર નથી. પરંતુ દરેક વખતે બાળકના જન્મ પર કંપની તેના કર્મચારીને ઇનામ તરીકે 62 લાખ રૂપિયા આપશે. 

આ ઓફર જાણીને ઘણા લોકો ચોંકી રહ્યા છે. પરંતુ તેની પાછળનું કારણ જણાવતા કંપની કહે છે તેનાથી તેઓ પોતાના દેશમાં જનસંખ્યાને વધારવા પ્રોત્સાહન આપવા માંગે છે.

એક પ્રેસ રીલીઝ દ્વારા કંપનીએ જણાવ્યું કે, કંપનીના જે પણ કર્મચારીના ઘરે બાળક પૈદા થશે, તેને 100 મિલિયન કોરિયન વોન એટલે કે લગભગ 62.35 લાખ રૂપિયા આપવામાં આવશે. 

નવાઇની વાત એ છે કે કંપનીએ તેના માટે એક અલગ બજેટ પણ રાખ્યું છે, જે 43.6 કરોડ રૂપિયાનું છે. આપને જણાવી દઇએ કે કંપની વર્ષ 2021 સુધીમાં 70 બાળકોના જન્મ પર પૈસા પણ આપી ચૂકી છે. 

MORE  NEWS...

રેખા ઝુનઝુનવાલાના પોર્ટફોલિયોમાં મોટો ફેરફાર, જાણો કયા શેર ખરીદ્યા અને શેમાં વેચાણ કર્યું?

ધરતી પરની સૌથી અમીર મહિલા, કેવી રીતે બની 1200 કરોડની માલિક? હકીકત જાણીને ચોંકી ઉઠશો

કોઈ ગમે તેટલું કહે પણ આ 4 શેર્સને કદી ન ખરીદતા, શેરબજારમાં મોટા નુકસાનથી બચી જશો

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.