યુવાનોની આ કેવી રમત કે રસ્તા લાલચોળ થઈ જાય છે?
લા ટોમેટિના એ સ્પેનિશ તહેવાર છે.
ટામેટાંથી રમાતો આ ફેસ્ટિવલ દુનિયાભરમાં પ્રખ્યાત છે.
દર વર્ષે તે ઓગસ્ટના છેલ્લા સપ્તાહમાં ઉજવવામાં આવે છે.
સ્પેનના બુનોલ શહેરમાં આ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે.
બપોર બાદ અહીં ટામેટાંથી ભરેલી ટ્રકો આવે છે અને તહેવાર શરૂ થાય છે.
'લા ટોમેટિના' ફેસ્ટિવલની શરૂઆત વર્ષ 1945માં બાળકો વચ્ચેની લડાઈ બાદ થઈ હતી.
બોલિવૂડ ફિલ્મ 'જિંદગી ના મિલેગી દોબારા'માં આ ફેસ્ટિવલ બતાવવામાં આવ્યો છે.
ખાવાની વસ્તુ બરબાદ થતી હોવાથી આ ફેસ્ટિવલ સામે વિરોધ પણ નોંધાયા છે.
જેમાં એવું કહેવાય છે કે, દુનિયાના કેટલાક દેશ એવા છે કે જ્યાં ખાવાના ફાંફા પડતા હોય છે.