ખાસ સ્કીમ! 5,000નું રોકાણ કરી મેળવો 55,000 રૂપિયા વ્યાજ
જો તમે સુરક્ષાની સાથે સારું વળતર મેળવવા માંગો છો, તો SBI રિકરિંગ ડિપોઝીટમાં રોકાણ કરી શકો છો.
આ સ્કીમમાં સામાન્ય લોકોને 6.80 ટકા જ્યારે વરિષ્ઠ નાગરિકોને 7.50 ટકા વ્યાજ ઓફર કરવામાં આવી રહ્યું છે.
રિકરિંગ ડિપોઝિટ અથવા આરડી મહત્તમ 10 વર્ષની અવધિ માટે ખોલી શકાય છે.
જો તમે 1 થી 2 વર્ષથી ઓછા સમયની RD માટે સામાન્ય નાગરિકો માટે 7% અને વરિષ્ઠ નાગરિકોને 7.50 ટકા વ્યાજ મળશે.
2 વર્ષથી વધુ અને 3 વર્ષથી ઓછા સમયની આરડી માટે સામાન્ય નાગરિકો માટે 7% અને વરિષ્ઠ નાગરિકોને 7.50 ટકા વ્યાજ મળશે.
3 વર્ષથી વધુ અને 5 વર્ષથી ઓછી મુદ્દતની RD પર સામાન્ય નાગરિકોને 6.50 ટકા અને વરિષ્ઠ નાગરિકોને 7 ટકા વ્યાજ મળશે.
5 વર્ષથી 10 વર્ષની વચ્ચેના RD પર સામાન્ય નાગરિકોને 6.50 ટકા અને વરિષ્ઠ નાગરિકોને 7.50 ટકા વ્યાજ મળશે.
આ રીતે જો તમે દર મહિને 5 વર્ષ સુધી 5,000 રૂપિયાનું રોકાણ કરો, તો તમને 6.50 ટકાના દરે વ્યાજ મળશે. દર વર્ષે ચક્રવૃદ્ધિની રકમ પરનું વ્યાજ પણ વધશે અને તમને 5 વર્ષ પછી રૂ. 54,957નું વ્યાજ મળશે.